કિમ જાંગ-ઉન વિયેતનામ જવા માટે ઉ. કોરિયાથી ટ્રેનમાં રવાના

0
12

હનોઇ,તા.૨૪
ઉત્તર કોરિયાનાં સરમુખત્યાર નેતા કિમ જાન ઉન અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ૨૭-૨૮ ફેબ્રુઆરીએ વિયતનામમાં બીજી મુલાકાત થશે. મળતી માહિતી પ્રમાણે કિમ વિયતનામ ટ્રેનથી પહોંચશે. જેમાં તેઓ આશરે ૨૭૦૦ કિમીની મુસાફરી કરશે. મીડિયા રિપોર્ટસ પ્રમાણે કિમ ટ્રેનમાં વિયતનામ જવા માટે રવાના થઈ ચુક્વ્યા છે. ટ્રેન અરાઈવલ માટે વિયતનામના અધિકારીઓ તૈયારીઓમાં લાગી ગયા છે. બન્ને નેતાઓ વચ્ચે ગતવર્ષે સિંગાપુરમાં મુલાકાત થઈ હતી. આ મુલાકાત માટે કિમ ચીનથી પ્લેનમાં આવ્યા હતા.
ચીનનું ડાનડોંગ શહેર ઉત્તર કોરિયાની સીમા પાસે આવેલુ છે. વિયતનામ જતા સમયે કિમ જાન ચીન ખાતેથી નીકળ્યા હતા.એક બ્રિઝ પરથી કિમની ટ્રેન પસાર થવાની હોવાથી સામે આવેલી હોટેલમાં રોકાયેલા મહેમાનોને ચેક આઉટ કરવા માટે કહેવામા આવ્યુ છે.
યાલુ નદી ચીન અને ઉત્તર કોરિયાની સરહદ બનાવે છે. જેની પાસે આવેલી ઝોંગલિયાન હોટેલ પણ બંધ કરી દેવામા આવી છે. હનોઈનાં અધિકારીઓનાં કહ્યાં પ્રમાણે, અમે ઉત્તર કોરિયાઈ પ્રતિનિધિમંડળના સ્વાગત માટેની તૈયારીઓ કરી રહ્યા છીએ. ટ્રેનનું આગમન ચીન સીમા પર સ્થિત ડોંગ ડાંગ સ્ટેશન પર કરવામા આવશે. કિમ ગાડીમાં હનોઈ પહોચશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY