હોળી-ધૂળેટી માટે સંગ્રહ કરાયેલો ૩ લાખનો દારૂ પકડાયો

0
74

સુરતમાં તહેવારો દરમિયાન દારૂ પીનારાઓ તક ચૂકતા નથી. તેમની માંગને પૂરી કરવા શહેરના વિવિધ વિસ્તારમાં બુટલેગરોએ સંગ્રહ કરેલો દારૂ પકડવા દરોડા પડાયા હતા. તે અંતર્ગત ક્રાઇમ બ્રાંચે પૂણા ગામ સીતાનગર ચોકડી કૃષ્ણનગર સોસાયટીના પ્લોટ નં. ૯૪માં આવેલા એક મકાનમાંથી વ્હીસ્કીની નાની મોટી ૧૯૮૦ બોટલ અને બીયરના ૭૨ ટીન મળી રૂ. ૧,૮૧,૨૦૦નો દારૂ કબજે કરી માલિક ભગીરથ ઉર્ફે રાજુ ચોટલી ઉર્ફે ભૂરીયો ઉર્ફે નિરંજન મહેશભાઇ પંડયા (ઉ.વ. ૨૭, રહે. ૧૧૭, કૃષ્ણનગર સોસાયટી, સીતાનગર ચોકડી પાસે, પૂણાગામ, મૂળ રહે. મોટા લીલીયા, સાવરકુંડલા, અમરેલી)ની ધરપકડ કરી હતી. એસ.ઓ.જી.એ આજે મોડી સાંજે ઉધના મેઇનરોડ જીવનજ્યોત સિનેમા નજીક હેવમોર આઇસ્ક્રીમના પાર્લર નવજીવન સુપર સ્ટોરમાં છાપો માર્યો હતો. સુપરસ્ટોરની આડમાં ગણ્યા ગાંઠયા વીઆઇપી ગ્રાહકોને જ મોંઘી વ્હીસ્કી પૂરી પાડતા અગ્રવાલ અટકધારી દુકાનદારની ધરપકડ કરી રૂ. ૯૩,૨૦૯ની વ્હીસ્કીની બોટલો કબજે કરી હતી. પી.સી.બી.એ ખરવાસા ડીંડોલી રોડ બોળંદ ગામના નાકે રોડ ઉપર વોચ ગોઠવી બાઇક મોટરસાયકલ (નં. જીજે-૦૫-કેઇ- ૭૯૫૦)પર બેગમાં દારૂ લઇ જતા ચિત્રાજ ઉર્ફે ચિરાગ ભરતભાઇ રાંદેરી (ઉ.વ. ૨૧, રહે. ઘર નં. ૧/૨૩૨૯, એકતા સર્કલ મેઇનરોડ, નાનપુરાની ધરપકડ કરી રૂ. ૩૨,૬૩૦ની દારૂની બોટલ કબજે કરી હતી. તેની પાછળ બેઠેલો વ્યક્તિ રહીમ (રહે. સીંગણપોર ગામ) ભાગી જતાં વોન્ટેડ જાહેર કરાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY