સુરતના કોટ વિસ્તાર શાહપોર માછલીપીઠમાં જાણીતા મહિલા હાડવૈદ્યને ત્યાં કામ કરતા વિશ્વાસુ કર્મચારીએ જામીનગીરીના દસ્તાવેજોમાં સહી કરાવવાના બહાને મકાન વેચવાના દસ્તાવેજો ઉપર સહી કરાવી મકાન પચાવી પાડયું હતું અને તેના ઉપર રૂ. ૨૩ લાખની લોન પણ લીધી હતી. પોલીસે વિશ્વાસુ કર્મચારીની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુતરના કોટ વિસ્તારમાં શાહપોર માછલીપીઠ ખાતે મકાન નં. ૧૧/૨૫-૧૨-૨૫૧૩માં જાણીતા મહિલા હાડવૈદ્ય નરગીસબાનુ બહેરામશા હાડવૈદ્ય (ઉ.વ. ૭૮) વર્ષ ૧૯૮૫માં પતિના અવસાન બાદ હાડવૈદ્ય તરીકે કામ કરે છે. નિઃસંતાન નરગીસબાનુને ત્યાં હસમુખભાઇ ઉર્ફે હરીશભાઇ ભીખાભાઇ ચારણીયા (રહે. સી-૨૦૧, રીવરપાર્ક સોસાયટી, સીંગણપોર કોઝવે રોડ, સુરત) દર્દીઓને નંબર આપી બેઠક વ્યવસ્થા સંભાળવાનું તેમજ નાનામોટા પરચુરણ કામ ઘણા વર્ષોથી કરે છે. વિશ્વાસુ એવા હસમુખભાઇએ બે વર્ષ અગાઉ નરગીસબાનુને કહ્યું હતું કે, મારે રૂપિયાની જરૃર છે. જેથી મારે રૂ. ૪.૫૦ લાખની લોન લેવાની છે. તેમાં તમારે જામીનગીરી આપવી પડે તેમ છે. જો કે, નરગીસબાનુએ ઇન્કાર કરી દીધો હતો. તેમ છતાં હસમુખભાઇએ તમે મારા ઉ પર આટલો વિશ્વાસ નથી રાખતા તેમ કહી કોરા કાગળ અને કેટલાક ટાઇપ કરેલા કાગળો ઉપર સહી કરાવી દીધી હતી. ત્યારબાદ સરકારી કચેરીમાં પણ કેટલાક કાગળો ઉપર સહી કરાવવાની છે તેમ કહી વકીલ પાસે લઇ જઇ કેટલાક દસ્તાવેજો ઉપર સહી કરાવી હતી. વકીલે નરગીસબાનુને સરકારી કચેરીમાં જે પૂછવામાં આવે તે હકારમાં જવાબ આપવા અને કાગળો તથા સહી બાબતે કબુલ મંજુર છે તેવું કહેવા સૂચના આપી હતી. નરગીસબાનુએ તે મુજબ કર્યું હતું. જોકે, બાદમાં નરગીસબાનુને જાણ થઇ હતી કે, વિશ્વાસુ કર્મચારીએ તેમની પાસે સહી કરાવી મકાનનો દસ્તાવેજ કરાવી દીધો છે અને તેના ઉપર રૂ. ૨૩ લાખની લોન પણ લીધી છે. નરગીસબાનુએ હસમુખભાઇને મૌખિક વાત કરી હતી કે હુ તને રૃપિયા આપું છું તું મને મકાન ફરીથી મારા નામે કરી આપ. હસમુખભાઇએ એક લેખિત એફીડેવીટ પણ કરી હતી અને બે માસમાં મકાન નામ ઉપર કરી આપવા કહ્યું હતું પરંતુ આજદિન સુધી તેનો અમલ કર્યો ન હતો. આખરે ગતરોજ નરગીસબાનુએ આ અંગે હસમુખભાઇ વિરૃદ્ધ લાલગેટ પોલીસ મથકમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. વધુ તપાસ પીએસઆઇ પી.એલ. આહીર કરી રહ્યાં છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"