મુંબઈ,તા.૩૦
ચા સમયસર ન આપતાં ગુસ્સે થયેલા પતિએ પત્ની પર કેરોસીન છાંટી તેને સળગાવી દીધાની ચોંકાવનારી ઘટના ટ્રોમ્બેમાં હાલમાં બની હતી. છ દિવસ સુધી એ યુવતી હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલા ખાતી હતી. ગુરુવારે આખરે તેણે દમ તોડી દીધો હતો.
ટ્રોમ્બે પોલીસે તેના પતિની ધરપકડ કરી તેની સામે હત્યાના ગુનો નોંધ્યો હતો. તેને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૩૦ ઓક્ટોબર સુધીની પોલીસકસ્ટડી ફટકારી હતી.
બુલઢાણા જિલ્લાના દેઉળગાવ રાજા તાલુકાના ૬૭ વર્ષના ખેડૂત મધુકર નાથાજી બનસોડેને બે દીકરા અને બે દીકરી હતાં. તેમની નાની દીકરી શિલ્પા લગ્ન થયાના બે જ મહિનામા સખત બીમાર પડતા ઘરે પાછી આવી હતી અને ત્યાર બાદ તેણે સાસરે ન જઈ પતિ સાથે છૂટાછેડા લઇ લીધા હતા.
પિતાએ ત્યાર બાદ જુવાન દીકરીને ઘરે ન બેસાડતાં તેને મુંબઈના ટ્રોમ્બેમાં બીજવર નરેશ એકનાથ ભાંબળે સાથે ૨૮ મે ૨૦૧૭ના રોજ બીજા લગ્ન કરાવ્યા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



