સપા-બસપા ગઠબંધનમાં શામેલ નહીં થાય
લખનઉ,તા.૧૭
સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓમપ્રકાશ રાજભરે મોટુ એલાન કરીને પ્રદેશનાં રાજ્યના ભાજપ ગઠબંધન સરકારમાંથી વિદાય લીધી છે. બસ્તીમાં રાજભરે કહ્યું કે તે સપા-બસપા ગઠબંધનમાં શામેલ નહીં થાય. અને ૨૫ જાન્યુઆરીના રોજ રાજ્યની બધી ૮૦ બેઠકો પર પાર્ટીના ઉમેદવારોની જાહેરાત કરશે. પછાત વર્ગના લોકોને અનામત ન આપવાથી તેમણે નિરાશા જતાવી હતી. અને આગળ કહ્યું કે તે પોતાના અધિકારો માટે લડે છે. તેમણે કહ્યું કે ભાજપ આ સમયે કુંભ, રામ મંદિર અને હિન્દુ-મુસ્લિમ મુદ્દાથી પરેશાન છે.
લોકસભાની ચૂંટણી પહેલા બીજેપીને ભારે ઝટકો લાગ્યો. ભાજપના વરિષ્ઠ નેતા અને અરુણાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન ગેગાંગ અપાંગે પોતાના પદથી રાજીનામું આપ્યું છે. તેમણે પોતાનુ રાજીનામું ભાજપ અધ્યક્ષ અમિત શાહને મોકલ્યું છે. તેમણે આ સાથે ટ્વિટ કરી હતી અને લખ્યું હતું કે ભાજપને ગ્રાઉન્ડ લેવલ પર કામ કરવાની જરૂર છે.
તેમના રાજીનામામાં તેઓ બીજેપીનાં દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપેયીને પણ યાદ કર્યા હતા. ગેગાંગે અટલ બિહારી વાજપેયીને યાદ કરતા કહ્યું કે અટલ બિહારી વાજપેયી હંમેશાં એકતા પર વિશ્વાસ રાખે છે. વાજપેયીજી આપણા દેશના મહાન ડેમોક્રેટ હતા. તેઓ હંમેશાં મને સ્વર્ણિમ સિદ્ધાંત રાજધર્મ યાદ કરાવતા. આજે હું રાજધર્મનું પાલન કરું છું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



