હું આવનારી વિધાનસભા ચૂંટણી નથી લડવાનો : સિદ્ધારમૈયા

0
6

હુબલી,તા.૧૫
ફરી એકવાર તેમને મુખ્ય પ્રધાન બનાવવા માટે પક્ષમાં વધી રહેલી માગને સમર્થકો અને ટેકેદારોની લાગણી લેખાવતા કાંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધરામૈયાએ કહ્યું હતું કે આવનારી વિધાનસભાની ચૂંટણી ન લડવાના મારા વલણને હું વળગી રહીશ.
ટેકેદારો દ્વારા આ પ્રકારની માગણી કરવામાં આવે તેમાં કશું ખોટું નથી, એમ તેમણે કહ્યું હતું. મેં એ સ્પષ્ટતા કરી દીધી છે કે મુખ્ય પ્રધાનની જગ્યા હવે ખાલી નથી એટલે મુખ્ય પ્રધાન બનવાનો હવે કોઈ પ્રશ્ન જ નથી, એમ તેમણે કહ્યું હતું.
મારા સમર્થકો કહી રહ્યા છે કે આવનારી વિધાનસભાની ચૂંટણી બાદ ફરી એકવાર મારે મુખ્ય પ્રધાન બનવું જોઈએ, એમ તેમણે કહ્યું હતું. હુબલી ખાતે પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે જો લોકો આશીર્વાદ આપશે તો પણ હું મુખ્ય પ્રધાન ન બની શકું એવું કંઈ છે?
જો લોકો અમારા પક્ષને આશીર્વાદ આપે તો હું મુખ્ય પ્રધાન ન બનું એવું કિયા લખેલું છે? એવો સવાલ તેમણે કર્યો હતો. જો કે તેમણે કહ્યું હતું કે હું મારા અગાઉના એ શબ્દોને વળગી રહું છું કે વિધાનસભાની ચૂંટણી નહીં લડું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY