હરિયાણામાં સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ભીષણ અકસ્માતઃ બે બાળકોના મોત

0
6

અન્ય કેટલાક બાળકોને ગંભીર ઈજાઓ પહોંચી
કરનાલ,તા.૨૦
હરિયાણાના કરનાલમાં ગુરૂવાર સવારે એક દર્દનાક ઘટના ઘટી છે. કરનાલના જનેસરો ગામ નજીક એક સ્કૂલ બસ અને ટ્રક વચ્ચે ભીષણ ટક્કર થઈ હતી. ટ્રકની ટક્કર વાગવાથી સ્કૂલ બસને ખૂબ નુકશાન પહોંચ્યુ છે. આ દુર્ઘટનામાં સ્કૂલ બસમાં સવાર બે બાળકોના મોત નિપજ્યા છે. જ્યારે આ દુર્ઘટનામાં અન્ય કેટલાક બાળકોને પણ ગંભીર ઈજા પહોંચી છે.
ઈજાગ્રસ્ત બાળકોને કલ્પના ચાવલા મેડિકલ કાલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. અક્સમાતમાં બાળકોના મોત થવાની ઘટનાથી વિસ્તારમાં તણાવનો માહોલ થઈ ગયો છે. સ્થાનિક લોકોએ જે ટ્રકે સ્કૂલ બસને ટક્કર મારી હતી તે ટ્રકમાં આગચંપી કરી દીધી છે. જા કે, પોલીસે ઘટના સ્થળ પર પહોચીને પરિÂસ્થતિ કાબૂમાં મેળવવાના પ્રયત્નો કરી રહી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY