હ્યુસ્ટન,તા.૧૬
ટેક્સાસના હ્યૂસ્ટનમાં એક મહિલાએ છ બાળકોને એક જ સાથે જન્મ આપ્યો છે. દુનિયાભરના ૪.૭ અબજ લોકોમાંથી ફક્ત એક જ કિસ્સામાં આવું થતું હોય છે જ્યારે કોઈ મહિલા એક જ સાથે છ બાળકોને જન્મ આપતી હોય. મહિલાએ અમેરિકાની ‘ધી વુમન્સ હોસ્પિટલ આૅફ ટેક્સાસ’માં છ બાળકોને જન્મ આપ્યો છે.
હોસ્પિટલના ડોક્ટર્સે જણાવ્યું કે, થેલમા ચૈકાએ ૧૫ માર્ચના રોજ સ્થાનિક સમય અનુસાર સવારે ૪.૫૦ મિનિટથી ૪.૫૯ મિનિટ સુધીમાં ચાર બાળકો અને બે બાળકીઓને જન્મ આપ્યો છે. અને થેલમા તેમજ બાળકો એકદમ સ્વસ્થ છે. હોસ્પિટલ દ્વારા જાહેર કરાયેલ નિવેદન અનુસાર બધા જ બાળકોનું વજન ૮૦૦ ગ્રામથી ૮૫૦ ગ્રામની વચ્ચે છે.
બાળકોની સ્થિતિ પણ અત્યારે સ્થિર છે અને તેમને હોસ્પિટલના નવજાત દેખરેખ વિભાગમાં રાખવામાં આવ્યા છે. થેલમાએ પોતાની બંને દીકરીઓના નામ જીના અને જુરિયલ રાખ્યા છે. તેમણે હજી પોતાના ચારેય દીકરાઓના નામ પાડવાના બાકી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



