ગાંધીનગર,તા.૧૫
ગાંધીનગરમાં કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા મહા પંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલ્પેશ ઠાકોરે રોજગારી, વ્યસન મુક્તિ અંગે ખાટલા પરિષદ યોજી હતી. આ પ્રસંગે અલ્પેશ ઠાકોરે ઓબીસી સમાજમાં જાગૃતિ અર્થે મહારેલીનું આયોજન કરવાની જાહેરાત કરી હતી. આ પહેલા ૨૩ સપ્ટેમ્બરે અનામત પંયાયતનું આયોજન કરવામાં આવશે.
અલ્પેશ ઠાકોરે ખાટલા પરિષદમાં સંબોધન કરતા કહ્યું હતું કે ૨૯ સપ્ટેમ્બરથી અંબાજીથી મા અંબાના દર્શન કરી ઓબીસી સમાજમાં જાગૃતિ અર્થે એક મહારેલીનું આયોજન કરવામાં આવશે. જેમાં ૧૫૦ વિધાનસભા વિસ્તારને આવરી લેવામાં આવશે. આ યાત્રામાં કિસાન, શિક્ષણ બેરોજગારી, મોંઘવારી અને ઓબીસી સમાજના પડતર પ્રશ્નો ઉઠાવવામાં આવશે. આગામી સમયમાં રાજકીય આગેવાનોને પણ બોલાવવામાં આવશે.
ગુજરાત સરકાર પર પ્રહાર કરતા અલ્પેશે જણાવ્યું હતું કે સરકાર શ્રી રામ યુનિવર્સિટી માટે અમદાવાદના ધોળકા પાસે જમીન આપતી નથી. જેનું પેટ ખાલી છે તે માંગવા આવે છે. અમે અમારા દીકરા-દિકરીને IAS, IPS ડોક્ટર, એન્જનિયર બનાવવા માંગીએ છીએ.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




