ગાંધીનગર,તા.૨૭
ગાંધીનગર ખાતે પોલીસ ભવનમાં આવેલી ઇન્ટેલીજન્ટ બ્યૂરો (આઈ.બી.)ની ઓફિસમાં ફરજ બજાવતા પીએસઆઈ અનીલ જે. પરમાર કેટલાક અધિકારીઓ ઉપર આક્ષેપો કરતો પત્ર લખીને ગુમ થવાના ચકચારભર્યા બનાવની તપાસ ગાંધીનગર એલસીબીને સોંપવામાં આવી છે. ગાંધીનગર જિલ્લના ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક કે. એફ. બળોલીયાએ આ કેસ અંગે જણાવ્યું છે કે, પોલીસ તેમણે લખેલા પત્ર સહીત સોશ્યલ મીડિયામાંથી મળેલી વિગતો ચકાસી રહી છે. જેમાં આઈબીના આ અધિકારી ગુમ થવા સાથે અન્ય બાબતો અંગે ગાંધીનગર એલસીબીને સમગ્ર કેસની તપાસ સોંપવામાં આવી છે.
ગાંધીનગર શહેર નજીક આવેલા રાંદેસણમાં શુકન હાઇટસ સોસાયટી ખાતે રહેતા પીએસઆઇ અનિલ જાધભાઇ પરમાર મંગળવારે સવારે ૧૦.૩૦ કલાકે નોકરી પર જવાનું કહીને નીકળ્યા બાદ ગુમ થઇ ગયા છે. તેમના પરિવારજનો દ્વારા શોધખોળ કરવા છતાં તેમનો કોઈ પત્તો નહીં લાગવા સાથે ફોન પણ બંધ આવતા આઈબીના પીએસઆઈ અનિલ પરમારના મોટાભાઇ રાજેશ પરમાર દ્વારા ઇન્ફોસીટી પોલીસ સ્ટેશનમાં અનિલ પરમાર ગુમ થયાની જાણવા જાગ ફરિયાદ કરવામાં આવી છે. અનીલ પરમારના પરિવારજનોને બે પાનામાં લખેલી અનિલ પરમારની સહિ સાથેની ચીઠ્ઠી મળી આવી છે. જેમાં એસપી હરિકૃષ્ણ પટેલ, આર.જે સવાણી, જૂલી કોઠિયા અને નિતા દેસાઈથી ત્રાસ હોવાનો આઈબીના આ પોલીસ અધિકારીએ તેમના ભત્રીજાને સંબોધીને લખેલા આ પત્રમાં જણાવ્યું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



