વડોદરાના કરચીયા ગામમાં દૂષિત પાણી પીવાથી ૪૫ લોકોને અસર થતા ચકચાર મચી

0
8

વડોદરા,તા.૨૭
શહેર નજીક આવેલા કરચીયા ગામમાં દુષિત પાણી પીવાથી ૪૫ જેટલા ગ્રામજનોને અસર થતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. એકાએક ૪૫ જેટલા લોકોને દુષિત પાણીની અસર પહોંચતા ગ્રામજનોએ તલાટીને સમ્પ પાસે બોલાવી ઉધડો લીધો હતો. દુષિત પાણી અંગે રજૂઆત કરી રહેલા ગ્રામજનોને તલાટી જવાબ પણ આપી શક્્યા ન હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, કરચીયા ગામમાં છેલ્લા કેટલાંક સમયથી દુષિત પાણી આવતું હતું. ગ્રામજનો દ્વારા અનેક વખત ગામના સરપંચ, ડેપ્યુટી સરપંચને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા કોઇ પગલાં ભરવામાં આવ્યા ન હતા. તેથી ત્રાસી ગયેલા ગ્રામજનોએ તલાટીને પણ દુષિત પાણીનો પ્રશ્ન હલ કરવા માટે રજૂઆત કરી હતી. છતાં દુષિત પાણીનો પ્રશ્ન હલ થયો ન હતો.
તંત્રની નિષ્કાળજીથી ગામના ૪૫ જેટલા લોકો દુષિત પાણી પીવાના કારણે રોગચાળાના ભરડમાં આવતા ગામ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો હતો. એકાએક ૪૫ જેટલા લોકો દુષિત પાણી પીવાથી ઝાડા, ઉલટી, તાવ, મેલેરીયા, કમળો જેવા રોગચાળાનો ભોગ બનતા ગામના અગ્રણીઓએ આજે તલાટીને સ્થળ પર બોલાવ્યા હતા. અને ગ્રામજનો જે દુષિત પાણી પી રહ્યા છે. તે બતાવ્યું હતું. રોષે ભરાયેલા ગ્રામજનોએ તલાટીને પણ દુષિત પાણી પીવડાવવા પ્રયાસ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY