ન્યુ દિલ્હી,તા.૨૭
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા ધો.૧૦ની પરીક્ષા પધ્ધતિમાં કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. જે પ્રમાણે હવે ગણિત વિષયના બે પેપર રાખવાની વિચારણા થઈ રહી છે. જેમાં એક સરળ અને એક કઠિન પેપર હશે.
જાકે જે વિદ્યાર્થીઓને ગણિત અઘરુ લાગે છે તે સરળ પેપરનો વિકલ્પ પસંદ કરી શકશે. આ માટે વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષાના ફોર્મમાં એક વિકલ્પ પસંદ કરવો પડશે. બોર્ડ દ્વારા આ નિર્ણય એવા વિદ્યાર્થીઓને ધ્યાનમાં લઈને કરવામાં આવ્યો છે. જે આગળ જઈને ગણિત વિષયનો અભ્યાસ કરવા નથી માંગતા.
જાકે આ અંગે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત બોર્ડ દ્વારા કરવામાં આવી નથી. જા આ નિયમ સફળ થશે તો ૧૨મા ધોરણ માટે પણ ગણિતના બે પેપર રાખવા પર બોર્ડ વિચારણા કરી શકે છે.
બોર્ડ દ્વારા ૧૫ સભ્યોની કમિટિ બનાવવામાં આવી છે. જેમાં દરેક સ્તરના ગણિતના નિષ્ણાતોને સામેલ કરવામાં આવ્યા છે. બોર્ડના સૂત્રોનુ કહેવુ છે કે પેપર બે હશે પણ સિલબેસ તો એક જ રહેશે. પેપરની ચકાસણી અલગ અલગ લેવલ પર કરવામાં આવશે.
જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગ કરવા માંગે છે અથવા જેઈઈની તૈયારી કરી રહ્યા છે તેમના માટે બોર્ડ અઘરુ પેપર સેટ કરશે. જ્યારે જે વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માંગે છે તેમના માટે ગણિતનુ સરળ પેપરનો વિકલ્પ રહેશે. આ સિવાય આર્ટસમાં કેરીયર બનાવવા માંગતા વિદ્યાર્થીઓ પણ સરળ પેપરનો વિકલ્પ પસંદ કરી શકે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



