આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા ભાગના બુકીઓ ભારતમાં છે : આઈસીસી

0
14

લંડન,તા.૧૯
ક્રિકેટની રમતમાં ગેરકાયદેસર પૈસાનો ગંદવાડ ફેલાવનાર આંતરરાષ્ટ્રીય બુકીઓ-સટ્ટાખોરો સૌથી વધારે કયા દેશમાં છે એ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના ભ્રષ્ટાચાર-વિરોધી દળે શોધી કાઢ્યું છે. એમના મતે એ દેશ ભારત છે.
ક્રિકેટની રમતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના દૂષણને ડામવા માટે આઈસીસીનું એન્ટી-કરપ્શન યુનિટ સક્રિય રીતે આગળ વધી રહ્યું છે. એણે કેટલીક મોટી ટિપ્પણી પણ કરી છે. એણે કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા ભાગના બુકીઓ ભારતમાં છે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં જ શ્રીલંકાના ભૂતપૂર્વ ક્રિકેટર સનત જયસૂર્યા પર આરોપ મૂકવામાં આવ્યો છે કે એણે એન્ટી-કરપ્શન યુનિટની આચારસંહિતાનો ભંગ કર્યો હતો. શ્રીલંકાના ભૂતપૂર્વ ઓપનર જયસૂર્યા પર ફિક્સિંગનો આરોપ મૂકવામાં આવ્યો નથી, પરંતુ આઈસીસી દ્વારા શરૂ કરાયેલી તપાસમાં સહકાર ન આપવાનો એની પર આરોપ છે. ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચેની દ્વીપક્ષીય સીરિઝમાં ભ્રષ્ટાચારના આરોપોમાં હાલ તપાસ ચાલી રહી છે અને એના સંદર્ભમાં ભારતનું નામ ચમકિયું છે.
એસીયૂના જનરલ મેનેજર માર્શલને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું છે કે, દુનિયાના ઘણા ખરા ભાગોમાં મોટા ભાગે ભ્રષ્ટ ભારતીય બુકીઓ જાવા મળ્યા છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY