મુંબઈ,તા.૧૯
તનુશ્રી દત્તા પર લગાવવામાં આવેલા આરોપો પર સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ એસોસિએશન(CINTAA)એ અભિનેતા નાના પાટેકરને નોટિસ ફટકારી હતી. નાના પાટેકરે આ મામલે CINTAA ને પોતાની પ્રતિક્રિયા આપી છે. નાના પાટેકરે પોતાની પ્રતિક્રિયામાં કહ્યું કે તેમની સામે લગાવવામાં આવેલા આરોપ પાયાવિહોણા અને જૂઠા છે. તેમણે એવુ પણ કહ્યું કે તેઓ તનુશ્રી સામે કાયદાકીય કાર્યવાહી કરવાની પ્રક્રિયામાં છે.
ઉલ્લેખનીય છે કે તનુશ્રી દત્તાનાં વકીલે મુંબઈનાં ઓશિવારા પોલીસ સ્ટેશનમાં નવી ફરિયાદ નોંધાવીને નાના પાટેકર, ગણેશ આચાર્ય, સમી સિદ્દિકી અને રાકેશ સારંગનો નાર્કો ટેસ્ટ, બ્રેઇન મેપિંગ અને લાઈ ડેટેક્ટ કરવાની માંગણી કરી હતી. તનુશ્રીએ પોતાની નવી ફરિયાદમાં કહ્યુંહતુ કે જેમની પર તેણે આરોપ લગાવ્યા છે તે ઘણી ઊંચી પહોંચવાળા લોકો છે અને નેતાઓ સાથે તેમના સંબંધો છે. આ માટે તેઓ કેસનાં તપાસને અસર કરી શકે છે.
નોંધનીય છે કે ૧૦ આૅક્ટોબરની રાત્રે તનુશ્રી દત્તા દ્વારા નોંધાવવામાં આવેલા નિવેદનનાં આધારે ઓશિવારા પોલીસે આ ચારેય સામે ઝ્ર અંતર્ગત છેડછાડ અને જાતિય શોષણનો કેસ નોંધ્યો હતો. તનુશ્રીનો આરોપ છે કે ૨૦૦૮માં એક ફિલ્મનાં શૂટિંગ દરમિયાન નાના પાટેકર તેને ખોટી રીતે અડકીયા હતા.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






