આઈડીબીઆઈ બેંકના અધિકારીઓ જશે છ દિવસની હડતાળ પર..!!

0
86

ન્યુ દિલ્હી,તા.૧૪
આઈડીબીઆઈ બેંકના અધિકારીઓએ એલઆઈસી તરફથી બેંકના પગાર સંબંધીત મુદ્દાની માગને લઈને છ દિવસની લાંબી હડતાળ પર જવાની ચેતવણી આપી છે. જા અધિકારીઓ તરફથી આપવામાં આવેલ ચેતવણી અનુસાર કર્મચારી હડતાળ પર જશે તો છ દિવસની હડતાળ સોમવારથી શરૂ થશે. આઈડીબીઆઈ બેંક તરફથી જણાવવામાં આવ્યું છે કે, બેંકને અધિકારીઓના એક ગ્રુપ તરફથી નોટિસ મળી છે. નોટિસમાં ૧૬થી ૨૧ જુલાઈ ૨૦૧૮ સુધી હડતાળ પર જવાની વાત કહેવામાં આવી છે.
આઈડીબીઆઈ બેંક કર્મચારીઓની પગાર સમીક્ષા નવેમ્બર ૨૦૧૨થી પેન્ડિંગ છે. કર્મચારીઓએ વિતેલા વર્ષે હડતાળ પર જવાની ચેતવણી આપી હતી પરંતુ બાદમાં મેનેજમેન્ટે આશ્વાસન આપ્યા બાદ તે મોફુક રહી હતી. આ પહેલા ઓલ ઇન્ડીયા આઈડીબીઆઈ ઓફિસર્સ એસોસિએશને કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીની સામે પોતાની વાત રાખતા ૫૧ ટકા હિસ્સેદારી એલઆઈસીને વેચવાના પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. તેમનું કહેવું હતું કે, હિસ્સો વેચવાથી બેંકને ખાનગી બેંક તરીકે જાવામાં આવશે.
સૂત્રો અનુસાર, એલઆઈસી બેંકમાં ૫૧ ટકા હિસ્સો ખરીદવાની તૈયારીમાં છે. હાલમાં એલઆઈસી, આઈડીબીઆઈ બેંક, તેની સંપત્તિ અને દેવાની જાણકારી મેળવી રહી છે. આ પહેલા પણ એવો દાવો કરવામાં આવ્યો હતો કે આઈડીબીઆઈ બેંકના ૪૩ ટકા શેર ૧૦,૫૦૦ કરોડ રૂપિયામાં ખરીદી શકે છે. હાલમાં એલઆઈસી પાસે આઈડીબીઆઈ બેંકમાં ૮ ટકા હિસ્સો છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY