ત્રણ પત્નીઓએ એકબીજાનાં પતિને કિડની આપી નવજીવન બક્ષ્યું

0
49

ન્યુ દિલ્હી,તા.૧૪
દિલ્હીની પુષ્પાવતી સિંધાનિયા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિયૂટના ડોક્ટરોએ મેચમેકર બનીને ત્રણ યુગલને નવું જીવન આપ્યું હતું. વાત એમ હતી કે આ હોસ્પિટલમાં થોડા-થોડા સમયગાળામાં ત્રણ યુગલો કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આવ્યાં હતાં. ત્રણેય યુગલના પતિને કિડનીની જરૂર હતી અને ત્રણેય પત્નીઓ તેમની કિડનીનું દાન કરવા તૈયાર હતી, જાકે આ કિડની તેમના પતિઓને મેચ થતી ન હતી.
ડોક્ટરોએ જાયું કે એક દર્દીની પત્નીની કિડની બીજા દર્દીને માફક આવે તેમ હતી. હોસ્પિટલના ડોક્ટરોએ ત્રણેયને કેવી રીતે બચાવી શકાય છે એ સમજાવ્યું. દર્દીઓ અને તેમની પત્નીઓ માની ગઇ એ પછી હોસ્પિટલ માટે બીજી ચેલેન્જ ઊભી હતી એકસાથે ત્રણ ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે એકસાથે પાંચ ઓપરેશન થિયેટર તૈયાર કરવામાં આવ્યાં.
આઠમી જુલાઇએ સવારે સાત વાગ્યાથી લઇને રાતના ૧૦ વાગ્યા સુધી આ સર્જરી ચાલી હતી, જેમાં ૭ સર્જન, ૬ એનેસ્થેટિસ્ટ, ૧૮ નર્સ અને ૨૦ મદદનીશ સ્ટાફની મદદથી ત્રણેય પત્નીઓની એક-એક કિડની કાઢીને મેચ થતાં દર્દીના શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવી હતી. ત્રણેય સર્જરી સફળ રહી અને દર્દીઓને ઘરે જવાની રજા આપી દેવામાં આવી હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY