અલીગઢ,તા.૧૪
અલગીઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં એસસી-એસટી અનામતનો મુદ્દો ગરમાયો છે. રાષ્ટ્રીય અનુસૂચિત પંચના અધ્યક્ષ રામશંકર કઠેરિયાએ ક્હ્યુ છે કે એએમયુ કોઈ પાકિસ્તાન નથી. યુનિવર્સિટીના નિયમોનું પાલન થવું જોઈએ. તેમણે કહ્યુ છે કે યુનિવર્સિટીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના નિયમોનું પાલન થવું જાઈએ.
કઠેરિયાએ કહ્યુ છે કે એએમયુમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિજ જનજાતિના વિદ્યાર્થીઓને અનામત નહીં મળવાને કારણે તેમની સાથે ભેદભાવ અને અન્યાય થઈ રહ્યો છે. તેમણે કહ્યુ છે કે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી કોઈ લઘુમતી સંસ્થાન નથી. એએમયુને કેન્દ્ર સરકાર તરફથી મદદ મળી રહી છે.
માટે સમાજના નબળા વર્ગને અનામત નહીં આપવું વિશુદ્ધપણે ભેદભાવ છે. મહત્વપૂર્ણ છે કે ત્રીજી જુલાઈએ અલીગઢથી ભાજપના સાંસદ સતીષ ગૌતમે એએમયુમાં એસસી-એસટી અને ઓબીસી માટે અનામતની માગણી કરી હતી. આ પહેલા ૨૦૧૬માં પણ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરીને પોતાનો પક્ષ રજૂ કરતા કહ્યુ હતુ કે એએમયુ લઘુમતી સંસ્થાની શ્રેણીમાં આવતી નથી અને આ મામલો અદાલતમાં વિચારાધીન છે.
જો કે વિપક્ષનું કહેવું છે કે સુનિયોજીત ષડયંત્ર હેઠળ કેન્દ્ર સરકાર યુનિવર્સિટીની સ્વાયત્તતા પર હુમલો કરી રહી છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





