અમદાવાદ,તા.૬
કર્ણાવતી ક્લબ સામે આવેલા ખેતલાઆપા ટી સ્ટોલને મોટો ઝટકો લાગ્યો છે. ખેતલાઆપા ટી સ્ટોલ સહિતની આસપાસની દુકાનો તોડી પાડવમાં આવશે. કોર્પોરેશનની નોટિસને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી છે. કોર્પોરેશનની કામગીરીમાં હસ્તક્ષેપ કરવા કોર્ટે ઇન્કાર કર્યો છે. AMCએ નોટિસ આપતા વેપારીઓએ હાઇકોર્ટમાં અરજી કરી હતી.
તો આ તરફ વેપારીઓએ કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે ખાનગી જગ્યામાં બાંધકામ કરી રોજગાર ચલાવી રહ્યાં છીએ. અમે કોઇ અસામાજિક પ્રવૃતિઓને પ્રોત્સાહન આપી રહ્યાં નથી. ખાનગી માલિકીની જગ્યા હોવા છતાં કોર્પોરેશન કાર્યવાહી કરી રહ્યું છે.
તો હાઇકોર્ટમાં કોર્પોરેશને આ પ્રમાણે રજૂઆત કરી હતી કે ગંદકી અને ટ્રાફિક સમસ્યાને લઇને કાર્યવાહી જરૂરી છે. ખાનગી મિલકતમાં પણ ગેરકાયદેસર રીતે ધંધો થઇ રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




