મહેસાણામાં પાટીદારોએ હાર્દિકના સમર્થનમાં ટાયર સળગાવ્યા,મહિલાઓએ છાજિયા લીધા

0
34

મહેસાણા,તા.૬
હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસનો આજે ૧૩મો દિવસ છે. હાર્દિકના સમર્થન માટે પાટીદારો હવે રોડ પર ઉતરી આવ્યા છે અને થાળી-વેલણ વગાડીને વિરોધ કરી રહ્યાં છે. તો આજે મહેસાણામાં પાટીદારોએ હાઈવે ઉપર ટાયરો સળગાવીને ચક્કાજામ કરી તેમજ મહિલાઓએ થાળી -વેલણ વગાડી અને છાજીયાં લઈને સરકારનો ઉગ્ર વિરોધ કરી રહ્યાં છે. વિરોધ કરતા પ્રદર્શનકારીઓને પોલીસે ટિંગોટોળી કરીને અટકાયત કરી હતી.
હાર્દિક પટેલના સમર્થનમાં સતલાસણા, બેચરાજી, પાટણ અને મહેસાણામાં બજાર અને શૈક્ષણિક સંસ્થાન બંધ રાખીને વિરોધ કર્યો હતો. સતલાસણામાં પાટીદારોએ ધંધો રોજગાર બંધ રાખીને હાર્દિકના અનામત આંદોલનને ટેકો જાહેર કર્યો હતો. અને અન્ય પાટીદારોએ ટોપી પહેરીને SSD સરદાર પટેલ સેવા દળના નેજા હેઠળ રામધુન બોલાવીને હાર્દિકને સમર્થન કર્યું હતું.
ગઈકાલે રાત્રે મહેસાણામાં મોઢેરા રોડ પર પાટીદાર મહિલાઓ થાળી વેલણ લઈને માર્ગો પર ઉતરીને થાળી વેલણ ખખડાવી હતી. એક સોસાયટીમાં પાટીદાર ટોપી પહેરીને પુરૂષો અને મહિલાએ રામધૂન બોલાવી હતી. બાદમાં રેલી યોજી હતી. રેલીને પગલે પોલીસના ધાડેધાડા જોઈને ટહુકો પાર્ટી પ્લોટથી પાછી ફરી હતી.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY