ઇમરાન બાર્ડ આૅફ બ્લડનું શૂટિંગ શરૃ કરશે

0
4

મુંબઈ,તા.૧૧
બોલિવૂડના બેતાજ બાદશાહ શાહરુખ ખાનની કંપની રેડ ચિલિઝ દ્વારા બનનારી બાર્ડ આૅફ બ્લડ સિરિઝનું શૂટિંગ સિરિયલ કીસરના નામે જાણીતો અભિનેતા ઇમરાન હાશમી ટૂંક સમયમાં શરૃ કરશે એવી જાણકારી મળી હતી.
મનોરમ્ય દેખાવતા લદાખના વિસ્તારમાં આ શૂટિંગ થવાનું છે. હવામાન પોતાને ઠીક ઠીક માફક આવી જાય ત્યારબાદ ઇમરાન શૂટિંગ શરૃ કરશે એવી જાણકારી મિડિયાને આપવામાં આવી હતી.
શાહરુખ ખાન નેટફ્લીક્સ માટે આ ભારતીય સિરિઝ બનાવી રહ્યો છે. આ માહિતી આપનારા સૂત્રે કહ્યું કે લદાખમાં શિયાળો બેસવાની તૈયારીમાં છે. આમ તો બારેમાસ અહીં કાતિલ ઠંડી રહેતી હોય છે. સિરિઝમાં લદાખના શિયાળાનો આરંભ દેખાડવાની અમારી યોજના છે. ટૂંક સમયમાં અમે એક્શન દ્રશ્યો લેવાનાં છીએ.
આ સિરિઝમાં વાર્તા એવી છે કે ઇમરાન એક ભૂતપૂર્વ સ્પાય છે અને હાલ શિક્ષક તરીકે કામ કરી રહ્યો છે. એને એ નોકરી છોડવાની ફરજ પડે એવા સંજાગો સર્જાય છે. એને એક નવી જવાબદારી સોંપવા માટે પાછો બોલાવવામાં આવે છે.
હાલ ઇમરાન જીતુ જાસેફની ફિલ્મ બોડી અને સૌમિક સેનની ચીટ ઇન્ડિયા ફિલ્મ કરી રહ્યો છે. જા કે બંને ફિલ્મો રજૂઆતને આરે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY