ઈસ્લામાબાદ,તા.૨૦
પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા બાદ ઈમરાન ખાન તરફથી આપવામાં આવેલા પોતાના પહેલા જ ભાષણ સાથે આરજેડી અધ્યક્ષ અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવનું નામ જાડી દેવામાં આવ્યું છે. પાકિસ્તાનના પીપલ્સ પાર્ટીના નેતા સૈયદ ખુર્શીદ શાહે ઈમરાન ખાનનાં ભાષણ પર ટીપ્પણી કરતા લાલુ યાદવને જાડ્યાં હતાં.
સૈયદ ખુર્શીદ શાહે કહ્યું હતું કે, ઈમરાન ખાનનું ભાષણ સાંભળીને એવું લાગે છે કે, ભારતના લાલુ પ્રસાદ યાદવ તેમના સલાહકાર છે. એવું લાગતુ જ નહોતું કે દેશના વડાપ્રધાન બોલી રહ્યાં હોય આ ભાષણ દેશના વડાપ્રધાન પદના સ્તરનું બિલકુલ ન હતું.
વડાપ્રધાન પદના શપગ્ર ગ્રહણ બાદ ઈમરાન ખાન નેશનલ અસેંબલીમાં ભાષણ દરમિયાન આપી રહ્યાં હતાં તે દરમિયાન વિરોધ પક્ષના કેટલાક નેતાઓ ભારે હોવાળો મચાવવા લાગ્યા અને સાંસદો ધરણા પર બેસી ગયા. જેથી ઈમરાન ખાન ભારે નારાજ થયા. નારાજ ઈમરાન ખાન પણ જાર જારથી ભાષણ આપવા લાગ્યાં. જેના પર પ્રતિક્રિયા આપતા સૈયદ ખુર્શીદ શાહે કહ્યું હતું કે, તેમનું વલણ અયોગ્ય અને ગેરજવાબદાર હતું. પીપીપીના નેતાએ કહ્યું હતું કે, જા આ જ નવું પાકિસ્તાન છે તો ઉપરવાળો આપણા પર દયા કરે.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




