‘ડોન’ તો શાહરુખ જ છેઃ રિતેશ સિદ્ધવાની

0
4

મુંબઈ,તા.૯
શાહરુખના ફેન્સ એમને એક વાર ફરી ડોન સિરીઝમાં જાવાની રાહ જાઈ રહ્યા છે, પરંતુ લાગે છે કે એમને આના માટે થોડા વધુ સમય સુધી રાહ જાવી પડશે. સિરીઝના કા-પ્રોડ્યુસર રિતેશ સિદ્ધવાનીએ હાલમાં જ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ અને સ્ક્રીનપ્લે હજુ સુધી લોક નથી થયા. આમાં હજુ થોડો વધારે સમય લાગશે.
જયારે એમને પૂછવામાં આવ્યું કે શાહરુખ જ ડોનની ભૂમિકા ભજવશે તો એમણે કહ્યું કે, ‘ડોન’ તો શાહરુખ જ છે પરંતુ અમે એમની પાસે કોઈપણ સ્ક્રિપ્ટ લઈને નથી જઈ શકતા. જો સ્ક્રિપ્ટ સારી નહીં હોય તો એ ફિલ્મ કરવા માટે મનાઈ કરી દેશે અને અમે બેસ્ટ સ્ક્રિપ્ટ તૈયાર કરવા માટે સમય લઇ રહ્યા છીએ. રિતેશ આગળ કહે છે કે તે અને ફરહાન ફેન્સના એક્સપેક્ટેશન પર ખરા ઉતરવા માંગે છે એટલે તેઓ સ્ક્રિપ્ટમાં ઘણો સમય લઇ રહ્યા છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY