મુંબઈ/લંડન,તા.૨૦
પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનો મુખ્ય આરોપી નીરવ મોદી યુકેમાં હોવાની ખાતરી થઈ છે. યુકે ઓથોરિટી દ્વારા જ આ વાત કન્ફર્મ કરવામાં આવી કે નીરવ મોદી તેમના દેશમાં જ છે. ત્યારપછી હવે સીબીઆઈએ પ્રત્યાર્પણની અરજી કરી છે.
નોંધનીય છે કે પીએનબી કૌભાંડ સામે આવ્યા પછી નીરવ મોદી ઘણી વાર તેની જગ્યા બદલી ચૂક્્યો છે. થોડા સમય પહેલાં જ એવું જાણવા મળ્યું હતું કે નીરવ મોદીએ સિંગાપોરની નાગરિકતા મેળવવા માટે પણ અરજી કરી હતી પરંતુ સિંગાપોરની સરકારે તેને નાગરિકતા આપવાની ના પાડી દીધી હતી.
સીબીઆઈ દ્વારા પીએનબી કૌભાંડમાં આ વર્ષે ફેબ્રુઆરીમાં મેહુલ ચોકસી અને નીરવ મોદી સામે કેસ દાખલ કર્યો છે. કૌભાંડનો ખુલાસો થતાં જ બંને દેશ છોડીને ભાગી ગયા છે. ભારતીય તપાસ એજન્સી દ્વારા નીરવ મોદી અને મેહુલ ચોકસીને ભારત લાવવાનો સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. મેહુલ ચોકસી એન્ટીગુઆમા હોવાની અને તેને ત્યાંની નાગરિકતા પણ મળી ગઈ હોવાનું સામે આવ્યું છે. એન્ટીગુઆ સરકારે પણ આ વાતનો ખુલાસો કર્યો છે. ત્યારપછી ઈડીએ સંયુક્ત રાષ્ટ્ર સંઘના ભ્રષ્ટાચાર વિરુદ્ધ સંમેલન અંતર્ગત મેહુલ ચોકસીના પ્રત્યાર્પણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
બ્રિટિશ ન્યૂઝ પેપર સન્ડે ટાઈમ્સમાં જૂનમાં દાવો કરવામાં આવ્યો હતો કે નીરવ મોદી લંડનમાં તેના જ્વેલરી સ્ટોર ઉપરના ફ્લેટમાં રહે છે. ૧૧ ઓગસ્ટે મુંબઈમાં આવેલી ભાગેડુ આર્થિક આરોપીની કોર્ટે નીરવ મોદી નિરુદ્ધ ન્યૂઝ પેપરમાં સાર્વજનિક સમન્સ જાહેર કર્યો છે. તેમાં તેને ૨૫ ઓગસ્ટ સવારે ૧૧ વાગ્યા સુધી જાહેર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. જા ત્યાં સુધીમાં તે હાજર નહીં થાય તો ભાગેડુ ગુનેગારના કાયદા અંતર્ગત તેની સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવશે. મુંબઈમાં આવેલા નીરવના ઘરે આ વિશે બે પેજની નોટીસ મોકલવામાં આવી છે.
કૌભાંડની શરૂઆત પીએનબીની મુબંઈ આવેલી બ્રેડી હાઉસ બ્રાંચથી ૨૦૧૧માં થઈ હતી. નકલી લેટલ ઓફ અંડરટેકિંગ્સ દ્વારા આ કૌભાંડ કરવામાં આવ્યું હતું. ૨૦૧૧થી ૨૦૧૮ વચ્ચે હજારો કરોડની રકમ વિદેશી ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ સમગ્ર કૌભાંડનો ખુલાસો ફેબ્રુઆરીના પહેલાં સપ્તાહમાં થયો હતો. પંજાબ નેશનલ બેન્કે સેબી અને બોમ્બે સ્ટોક એક્સચેન્જને ૧૧,૩૫૬ કરોડના કૌભાંડની માહિતી આપી છે. ત્યારપછી પીએનબીએ સીબીઆઈને બેન્કમાં રૂ. ૧૩૦૦ કરોડના નવા કૌભાંડની પણ વાત કરી હતી.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



