ઈસ્લામાબાદ,તા.૧૪
ભારતથી લઈને અમેરિકા સહિતના અનેક દેશો પાકિસ્તાનની જાસૂસી સંસ્થા આઈએસઆઈનો સખત શબ્દોમાં વિરોધ કરે છે. પાકિસ્તાનના ખૂંખાર આતંકવાદી સંગઠનોને આઈએસઆઈનું પીઠબળ હોવાનું અનેકવાર સાબિત થઈ ચૂક્્યું છે. આ તબક્કે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું છે કે, પાકિસ્તાનની સૌથી પહેલી સુરક્ષા આઈએસઆઈ દ્વારા થાય છે. એ પછી તમામ એજન્સીઓની જવાબદારી આવે છે.
રાજકીય વિશ્લેષકો ઈમરાન ખાનની આ વાતને ગંભીરતાથી લઈ રહ્યા છે. એવું કહેવાય છે, ખાસ કરીને ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિમાં સામેલ આઈએસઆઈને ઈમરાન ખાને જાણી જાઈને જાહેરમાં સમર્થન આપ્યું છે. આગામી દિવસોમાં તેઓ પણ આઈએસઆઈ વિરુદ્ધના આરોપોને ગંભીરતાથી લેવાના બદલે ચૂપ રહે એવું થઈ શકે છે.
ઈમરાન ખાને વરિષ્ઠ કેબિનેટ મંત્રીઓ સાથે બેઠક યોજી ત્યારે આ વાત કરી હતી. આ બેઠકમાં તેઓ ઈન્ટેલિજન્સ અને સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્રીય સુરક્ષામાં ભૂમિકા મુદ્દે વાત કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે, આઈએસઆઈ વિશ્વની સૌથી શ્રેષ્ઠ ઈન્ટેલિજન્સ એજન્સીઓ પૈકીની એક છે.
બીજી બાજુ, પાકિસ્તાન સુપ્રીમ કોર્ટે પણ એક મહત્તવનો ચુકાદો આપતા મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઇદના જમાત ઉદ દાવા અને ફલા ઇ ઇન્સાનિયત નામની સંસ્થાઓને તેમની ગતિવિધિ પર રોક લગાવતી અરજી ફગાવી દીધી છે. આ બંને સંસ્થાઓની આડમાં હાફિઝ ભારત વિરુદ્ધ આતંકી ગતિવિધિ કરી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




