વારાણસી-મિર્ઝાપુરના શિશુ ગૃહોમાંથી ૨૫ બાળકો લાપતા થતાં ખળભળાટ મચ્યો

0
9

વારાણસી,તા.૧૪
ઉત્તર પ્રદેશના દેવરિયા સંરક્ષણ ગૃહકાંડ બાદ વારાણસી અને મિર્ઝાપુરના શિશુ ગૃહોમાંથી ૨૫ બાળકો લાપતા થયાનો બનાવ સામે આવ્યો છે. વારાણસીના લક્ષ્મી શિશુ ગૃહમાંથી સાત બાળકો ગાયબ થયા છે, જ્યારે મિર્ઝાપુરના મહાદેવ શિશુ ગૃહમાંથી ૧૮ બાળકો લાપતા છે. આ મામલો સામે આવ્યા બાદ મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે બંને જિલ્લાના ડીએમને ૧૫મી સપ્ટેમ્બર સુધીમાં તપાસ રિપોર્ટ સોંપવાનો આદેશ કર્યો છે. જે બાદમાં જિલ્લાધિકારીઓએ એડીએમ સિટીને કેસની તપાસ સોંપી છે.
મહિલા તેમજ બાળ વિકાસ મંત્રાલયના અગ્ર સચિવ અજય તિર્કી તરફથી મોકલવામાં આવેલા પત્ર પ્રમાણે, વારાણસીના લક્ષ્મી શિશુ ગૃહ તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે અહીં ૧૫ શિશુ હતા. ગત ૧૬મી માર્ચના રોજ જ્યારે લક્ષ્મી શિશુ ગૃહનું ભારત સરકારની ટીમે નિરીક્ષણ કર્યું હતું ત્યારે અહીં આઠ જ બાળકો મળ્યા હતા. ગાયબ થયેલા બાળકો અંગે લક્ષ્મી શિશુ ગૃહના સંચાલકો કોઈ ઠોસ પુરાવા આપી શક્્યા ન હતા.
કેન્દ્રીય મંત્રાલયની ટીમે આ જ દિવસે મિર્ઝાપુરના મહાદેવ શિશુ ગૃહની પણ મુલાકાત કરી હતી. અહીં ૩૮ બાળકો હોવાની જાણકારી આપવામાં આવી હતી, પરંતુ નિરીક્ષણ દરમિયાન અહીં ૧૪ બાળકો જ મળી આવ્યા હતા. સંસ્થાએ જણાવ્યું કે, છ બાળકો શાંભવી, મારિયા, હની, શુભમ, પરી અને આશિષનું મોત થઈ ચુક્્યું છે. આ બાળકોનાં મોત પ્રથમ એપ્રિલ ૨૦૧૭થી ફેબ્રુઆરી ૨૦૧૮ દરમિયાન થયા હતા. આ અંગે પણ તપાસના આદેશ કરવામાં આવ્યા છે.
આ ઘટના અંગે જિલ્લાના કાર્યકારી અધિકારી પ્રવીણ ત્રિપાઠીએ જણાવ્યું કે, કેન્દ્રીય ટીમના નિરીક્ષણ બાદ જાવા મળેલી ખામી પછી લક્ષ્મી શિશુ ગૃહની માન્યતા રદ કરી નાખવામાં આવી છે. શિશુ ગૃહમાં રહેતા બાળકોને લખનઉ મોકલી દેવામાં આવ્યા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923 
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY