લાહોર,તા.૨૪
પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઇમરાન ખાને કોંગ્રેસના નેતા અને પંજાબ સરકારમાં મંત્રી નવજાત સિંહ સિદ્ધુને કરતારપુર બોર્ડર કારિડોર શિલાન્યાસ કાર્યક્રમમાં આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમ ૨૮ નવેમ્બરે યોજાશે. ઇમરાન ખાન જ્યાં આ કોરિડોરના નિર્માણની આધારશિલા પાકિસ્તાન સરહદમાં રાખશે ત્યાં બીજી તરફ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહ ડેરા બાબા નાનકમાં ૨૬ નવેમ્બરે તેની આધારશિલા રાખશે.
કેન્દ્રીય કેબિનેટ દ્વારા પંજાબના ગુરુદાસપુર જિલ્લાના ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય બોર્ડર સુધી કરતારપુર કોરિડોરના નિર્માણની મંજૂરી પછી એક દિવસ બાદ ઇમરાન ખાને સિદ્ધુને આ આમંત્રણ મોકલ્યું છે. કેન્દ્રીય મંત્રીમંડળે એક મહત્વપૂર્ણ નિર્ણયમાં ગુરદાસપુર જિલ્લામાં ડેરા બાબા નાનકથી આંતરરાષ્ટ્રીય સીમા સુધી કરતારપુર કોરિડોરના નિર્માણ અને તેના વિકાસને મંજૂરી આપી છે. જેથી ભારતથી તીર્થ યાત્રિઓ સરળતાથી પાકિસ્તાનમાં રાવી નદી કિનારે સ્થિત ગુરુદ્વારા દરબાર સાહિબ કરતારપુર જઈ શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની ગુરુવારે યોજાયેલી બેઠકમાં આ આશયનો નિર્ણય લેવામાં આવ્યો. આ સંબંધમાં પાકિસ્તાન દ્વારા પણ તેના વિસ્તારોમાં યોગ્ય સુવિધાઓ સાથે સજ્જ કોરિડોરના વિકાસ માટે આગ્રહ કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે જ્યારે ઇમરાન ખાને પાકિસ્તાનના વડાપ્રધાન પદના શપથ લીધા હતા ત્યારે તેમણે કોંગ્રેસના નેતા અને પંજાબમાં મંત્રી નવજાત સિંહ સિદ્ધુએ આમંત્રણ મોકલ્યું હતું. સિદ્ધુએ પોતાની આ યાત્રા દરમિયાન કરતારપુર કોરિડોર નિર્માણની વાત પણ ઉભી કરી હતી. જાકે પાકિસ્તાન સેનાના પ્રમુખ બાજવાને ગળે મળવા પર તેમની ટીકા પણ કરવામાં આવી હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"






