હવે રોડ પર દોડશે સૌથી નાની કાર, મોદી સરકારે આપી મંજૂરી

0
4

ન્યુ દિલ્હી,તા.૨૪
કેન્દ્ર સરકારે quadricycle ને મંજૂરી આપી દીધી છે. રોડ એન્ડ ટ્રાંસપોર્ટ મિનિસ્ટ્રીએ આ વાહનને પ્રાઈવેટ વ્હિકલ તરીકે ઉપયોગ કરી શકાશે તેવી અધિસૂચના જાહેર કરી છે.quadricycle યૂરોપિયન વ્હીકલ કેટેગરી છે જે ફોર વ્હિલર માઈક્રો કાર સ્વરુપે ઓળખાય છે. આનું વજન, પાવર અને સ્પીડની મેકિસમમ લિમિટ છે. બજાજ ઓટો આ કેટેગરીનું ફોર વ્હિલર લોન્ચ કરી ચૂકી છે અને આની સંભવિત કીંમત ૧.૨૮ લાખ રુપિયા છે.
બજાજ ઓટોએquadricycle કેટેગરીની Qute કારને ૨૦૧૨ના દિલ્હી ઓટો શોમાં RE 60 નામે રજૂ કરી હતી. ભારતમાં quadricycle ને મંજૂરી ન મળી હોવાના કારણે આ માર્કેટમાં આવી શકી નહોતી. જૂન ૨૦૧૮માં કેન્દ્ર સરકારેquadricycleની અલગ અલગ કેટેગરીની જાહેરાત કરી હતી હવે સરકારે આને પર્સનલ વ્હિકલ તરીકે ઉપયોગમાં લેવા સંબંધિ નોટિફિકેશન જાહેર કર્યું છે.
બજાજ ઊેં માં ૨૧૬.૬ સીસીનું એન્જિન છે. પેટ્રોલથી ચાલનારી આ કાર સીએનજી અને એલપીજી વેરિએન્ટમાં પણ ઉપ્લબ્ધ હશે. આ કારની મેકિસમમ સ્પીડ ૭૦ કિલોમીટર અને પીક પાવર ૧૩.૨ પીએસ છે. આમાં પર્ફોર્મન્સ અને કંટ્રોલ વધારનારા વોટર કૂલ્ડ ડિજિટલ ટ્રાઈ સ્પોર્ટ ઈગ્નીશીયન ૪ વાલ્વ એન્જિન લાગેલું છે. આ કારનું વજન ૪૫૦ કિલોથી ઓછું છે.
મિનિસ્ટ્રીએ જાહેર કરેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે મંત્રાલયે મોટરવ્હિકલ એક્ટ ૧૯૮૮ અંતર્ગત ક્વાડ્રીસાઈકલને એક નોન ટ્રાંસપોર્ટ વાહન સ્વરુપે સમાવિષ્ટ કરવામાં આવે છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY