ટોક્યો/ન્યુ દિલ્હી,તા.૨૩
ચીનના વધતા વિસ્તારવાદી વલણને રોકવા માટે જાપાન ભારત સાથે સૈન્ય સમજૂતી કરવા માંગે છે. આ સૈન્ય સમજૂતી દ્વારા બંને દેશો એકબીજાના નેવલ બેસ સુધી પોતાની પહોંચને સુનિશ્ચિત કરી શકશે. જાપાનના રાજદૂતે કÌš છે કે બંને દેશોએ પારસ્પરિક સંરક્ષણ સંબંધોને મજબૂત બનાવ્યા છે. જેના કારણે ક્ષેત્રમાં ચીનની વધી રહેલી સક્રિયતાને નિયંત્રિત કરી શકાશે.
મહત્વપૂર્ણ છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ સપ્તાહે જાપાનની મુલાકાતે જવાના છે. બંને દેશો વચ્ચેના પ્રસ્તાવિત વાર્ષિક શિખર સંમેલનમાં વડાપ્રધાન મોદી જાપાનના વડાપ્રધાન શિંજા આબે સાથે વાટાઘાટો કરશે. વાતચીતનો મુખ્ય એજન્ડા ભારત અને જાપાનની સેનાઓની વચ્ચેના સંબંધોને મજબૂત કરવાનો રહેવાનો છે. મોદી અને શિંજાની વચ્ચે દશથી વધુ મુલાકાતો દરમિયાન ભારત અને જાપાનના દ્વિપક્ષીય સંબંધો ઝડપથી વિકસિત થયા છે. બંને દેશોની સેનાઓએ અમેરિકાની સેના સાથે મળીને હિંદ મહાસાગરમાં નૌસૈન્ય અભ્યાસ પણ કર્યો છે.
ભારતમાં જાપાનના રાજદૂત કેંજી હિરમાત્સુએ બંને સેનાઓ વચ્ચે સૈન્ય સમજૂતીની જરૂરિયાત પર ભાર મૂકતા કહ્યું ચે કે ચીનની દખલગીરીના વલણને રોકવા માટે સમજૂતી થવી સ્વાભાવિક છે. આ સમજૂતી હેઠળ જાપાનના યુદ્ધજહાજાને અંદમાન-નિકોબાર ટાપુઓ સહીત ભારતના મુખ્ય નેવલ બેસોમાંથી ઈંધણ અને સર્વિસિંગ પ્રાપ્ત કરી શકશે.
અંદમાન-નિકોબાર ટાપુ સમૂહ મલક્કા સ્ટ્રેટ્સ પાસે આવેલો છે. અહીંથી મોટા પ્રમાણમાં જાપાન અને ચીનને વ્યાપારીક ચીજવસ્તુઓ તથા ઈંધણની આપૂર્તિ માટે જહાજાની આવન-જાવન થાય છે. ભારત અને જાપાન વચ્ચેની સૈન્ય સમજૂતીને કારણે ભારતીય નૌસૈન્ય જહાજાના રખરખાવ માટે જાપાની સુવિધાઓ પણ પ્રાપ્ત કરી શકાશે. મોદી સરકારે ૨૦૧૬માં અમેરિકા સાથે આ સૈન્ય સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



