ભારત સાથેના ડાકલામ વિવાદને ચીને પોતાની જીત ગણાવી..!!

0
15

બીજિંગ,તા.૩૧
ગત વર્ષે ડોકલામમાં ભારત અને ચીનની સેનાઓ એકબીજાની સામે આવી ગઈ હતી. આ વિવાદના હલને મોદી સરકારે પોતાની જીત ગણાવીને પ્રચાર કર્યો હતો.
હવે ચીન પણ ડોકલામ વિવાદના હલને પોતાની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવી રહ્યું છે. ચીનના વિદેશ મંત્રાલય દ્વારા પ્રકાશીત સત્તાવાર રેકોર્ડમાં ૨૦૧૭માં જીનપીંગ સરકારની છ મોટી સફળતાઓમાં એક ડોકલામ વિવાદને ગણાવવામાં આવ્યો છે.
જેમાં કહેવામાં આવ્યુ છે કે ચીને પોતાના વિસ્તારમાં ભારતીય સૈનિકોના અતિક્રમણનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવામાં આવ્યો હતો.
આ રીતે ચીને પોતાના સાર્વભૌમત્વનુ રક્ષણ કરીને એ પણ સુનિશ્ચિત કર્યુ હતુ કે ચીન અને ભારતના સબંધો યોગ્ય દીશામાં આગળ વધી શકે.
મહત્વની વાત એ છે કે જે વિસ્તારને ભૂતાન પોતાનો માને છે તેને ચીને ડોંગલાંગ નામ આપીને આ રિપોર્ટમાં પોતાનો વિસ્તાર ગણાવ્યો છે.
ગયા વર્ષે ઓગષ્ટમાં આ વિસ્તાર માટે બે દેશોની સેના આમને સામને આવી ગઈ હતી. ભારતે ચીન દ્વારા આ વિસ્તારમાં બનાવાઈ રહેલા રસ્તાનો વિરોધ કર્યો હતો. એ પછી ચીને રસ્તાનુ બાંધકામ અટકાવી દીધુ હતુ.
જાકે હવે આ રસ્તાનુ બાંધકામ ફરી શરુ કરાયુ હોવાના અહેવાલો મળી રહયા છે.
(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923 
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY