જાકાર્તા,તા.૨૪
ભારતના અનુભવી ટેનિસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણની જાડીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો છે. બોપન્ના અને શરણની જાડીએ મેન ડબલ્સ કેટેગરીના ફાઇનલમાં ઐતિહાસિક જીત હાંસલ કરવાની સાથે જ સ્વર્ણપદક પોતાના નામે કરી લીધો છે. ભારતીય જાડીએ આ ઐતિહાસિક મુકાબલામાં કઝાખસ્તાનના એલેક્ઝાન્ડર બુબલિક અને ડેનિસ યેવેસેવની જાડીએ સીધા સેટમાં ૫૨ મિનિટથી ૬-૩, ૬-૪ હરાવીને મેચ જીતી લીધી છે.
એશિયાઇ રમતોમાં ટેનિસના મેન ડબલ્સ સ્પર્ધામાં ભારતને મળેલો આ પાંચમો ગોલ્ડ મેડલ છે. આ પહેલા ભારતે ૧૯૯૪, ૨૦૦૨, ૨૦૦૬, ૨૦૧૦ માં ગોલ્ડ જીત્યો. બોપન્નાએ એશિયન ગેમ્સમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. ત્યાં જ શરણે વર્ષ ૨૦૧૪માં યુકી ભામ્બ્રી સાથે પુરુષોની ડબલ્સમાં કાંસ્ય પદક જીત્યો હતો. હાલની રમતોમાં ટેનિસમાં આ બારતનો પ્રથમ ગોલ્ડ મેડલ છે. આ પહેલા સોમદેવ દેવવર્મન અને સનમ સિંહએ ડબલ્સમાં વર્ષ ૨૦૧૦ ગ્વાંગઝું એશિયાડમાં મેડલ જીત્યો હતો. આ સિવાય મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસની જાડીએ ૨૦૦૨ અને ૨૦૦૬ એશિયન ગેમ્સમા સ્વર્ણ પોતાના નામે કર્યો છે. પેસએ આ વખતે પોતાના પ્રિય પાર્ટનર ન મળવાના કારણે પોતાનું નામ પરત ખેંચી લીધું હતું.
પ્રથમ સેટમા, ભારતીય જાડીએ સારી શરૂઆત કરી. તેઓએ કઝાખસ્તાન સામે ૩-૦ની સરસાઈ બનાવી. હરીફ ટીમે સારો દેખાવ કર્યો અને ૫-૩નો સ્કોર કર્યો. અહીં બોપન્ના અને દિવિજે રમત તેમજ પ્રથમ સેટ જીત ૬-૩ પોતાના નામે કરી લીધા હતા. બીજા રાઉન્ડમાં ભારતીય જાડી સંઘર્ષ કરતી જાવા મળી હતી. ૨-૧થી પાછળ રહ્યા બાદ બોપન્ના અને શરણે એક રમત જીતવાની સાથે પોતાનો સ્કોર ૩-૩થી બરાબરી કરી લીધી.
બોપન્ના અને શરણની ટીમે આ પછી ફરીથી શાનદાર વાપસી કરતા રમતમાં ખુબ જ શાનદાર વાપસી કરી અને ૪-૩ની લીડ મેળવી. આ પછી પોતાની આ લયને કાયમ રાખતા ભારતીય જાડીએ બીજા સેટમાં ૬-૪થી પોતાના નામે ગોલ્ડ મેડલ કરી લીધો.
(જી.એન.એસ.)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



