કોઈ પણ મહિલા સાથે અપમાનજનક આચરણ ન થવું જાઇએ : અમિતાભ બચ્ચન

0
11

મુંબઈ,તા.૧૨
ઈંમીટુ મૂવમેન્ટ દરમિયાન જયારે બોલિવુડનાં ઘણાં દિગ્ગજા પર સેક્સ્યુઅલ હેરેસમેન્ટનાં આક્ષેપો લાગી રહ્યા છે તો સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ આ મુદ્દે પોતાની વાત રજૂ કરી છે. અમિતાભ બચ્ચને એક ઇન્ટરવ્યૂમાં વર્ક પ્લેસ ખાસ કરીને એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં મહિલાઓના સેકસ્યુઅલ હેરેસમેન્ટનાં તાજેતરનાં બનાવ પર ટિપ્પણી કરી છે. અમિતાભે કહ્યું કે કોઇ પણ મહિલા સાથે કોઇ પણ પ્રકારનો દુર્વ્યવહાર કે અપમાનજનક આચરણ ન થવું જાઇએ.
અમિતાભને પૂછવામાં આવ્યું કે તે મહિલાઓ અને નબળા તબક્કા વિરુદ્ધ થઇ રહેલા અત્યાચારને કેવી રીતે જુએ છે? બિગ બીને સવાલ કરાયો હતો કે આજે વર્ક પ્લેસ ખાસ કરીને એન્ટરટેઇન્મેન્ટ બિઝનેસમાં સેક્સ્યુઅલ હેરેસમેન્ટનો મુદ્દો મોટી વાત થઇ છે. અમેરિકાએ કહ્યું કે આવાં કૃત્ય સંબંધિત અધિકારીનાં ધ્યાનમાં લાવવાં જાઇએ. ફરિયાદ દાખલ કરીને કે કાયદાનો સહારો લઇને તાત્કાલિક સુધારાત્મક પગલાં ભરવાં જાઇએ.
બિગ બીએ કહ્યું કે સામાજિકતા, નૈતિકતા અને અનુશાસનનાં અભ્યાસને ખૂબ જ શરૂઆતના પ્રારંભિક શિક્ષણ સ્તર પર દાખલ કરવા જાઇએ. અમિતાભે કહ્યું કે મહિલાઓ, બાળકો અને સમાજના નબળા વર્ગની વિશેષ સુરક્ષાત્મક દેખભાળ થવી જાઇએ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY