ભારતીય મૂળની અમેરિકન યુવતી હાર્વર્ડ વિદ્યાર્થી સમિતિના પ્રમુખ પદે ચૂંટાઇ

0
8

શ્રુતિ ડેમોક્રેટિક નેશનલ કન્વેશનમાં સૌથી યુવા પ્રતિનિધિ હતી
વોશિંગ્ટન,તા.૨૦
ભારતીય મૂળની અમેરિકન યુવતીને વિશ્વ વિખ્યાત હાર્વર્ડ વિશ્વવિદ્યાલયની શક્તિશાળી વિદ્યાર્થી સમિતિની અધ્યક્ષ તરીકે પંસદગી કરાઇ છે. ૨૦ વર્ષીય શ્રુતિ પલાનીઅપ્પનને હાર્વર્ડ યુનિવર્સિટી અન્ડરગ્રેજ્યુએટ કાઉન્સીલના પ્રમુખ પદે વરણી કરવામાં આવી છે.
અન્ડરગ્રેજ્યુએટ કાઉન્સીલ ચૂંટણી સમિતિની જાહેરાત મુજબ શ્રુતિની સાથી જુલિયા હુએજાને ઉપપ્રમુખ પદ સોંપવામાં આવ્યું છે. શ્રુતિએ અભિવાદન ઝીલતાં જણાવ્યું હતું કે, તે બન્ને પદોને સંભાળતા સૌથી પહેલાં વિદ્યાર્થી સમિતિ અને કાઉન્સીલ વચ્ચે સંચારને સુધારવા પર કાર્ય કરશે. તેમણે જણાવ્યું કે, શરૂઆતમાં વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની પદ્ધતિને યોગ્ય કરવી જરૂરી છે, જેના માટે ખાસ પ્રકારની યોજના બનાવવાની જરૂરિયાત છે.
શ્રુતિ મુજબ યુનિવર્સિટીમાં વેકેશન પડે એ પહેલાં આ યોજનાને શરૂ કરવામાં આવશે. શ્રુતિ જુલાઇ ૨૦૧૬માં ફિલાડેલ્ફિયા યોજાયેલ ડેમોક્રેટિક નેશનલ કન્વેશનમાં સૌથી યુવા પ્રતિનિધિ હતી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY