સુરેન્દ્રનગર જિલ્લામાં અસામાજીક પ્રવૃત્તિઓ વધી રહી છે ત્યારે જિલ્લા ના ધ્રાંગધ્રા તાલુકા માં જુગાર દારૂ જેવી અસામાજીક પ્રવૃત્તિ દિવસેને દિવસે વધતી જાય છે ત્યારે શ્રાવણ માસ નજીક આવતાની સાથે જ જુગારીઓ પોતાના અડ્ડાઓ ચાલુ કરી અને જુગાર રમતા હોય છે ત્યારે ધ્રાંગધ્રા પોલીસ ને બાતમી ના આધારે ધ્રાંગધ્રા ના રોકડીયા સર્કલ પાસે આવેલી તુલસી હોટલ ની બાજુ ના ખાંચા માં રહેણાંક મકાન માં જુગાર અંગે ની હકીકત મળતા રેડ કરી હતી ત્યાં રેડ દરમિયાન છ જુગારીઓ ગંજીપાના નો જુગાર રમતા ઝડપાયા હતા જેમાં ગુણવંતભાઈ નંદલાલભાઇ ઠક્કર રહે.ધાંગધ્રા,મગનભાઈ નાનજીભાઈ ડોરીયા રહે.ધ્રાંગધ્રા,ગોરધનભાઈ કેશાભાઈ ઠાકોર (પુર્વ તાલુકા ભાજપ મહામંત્રી) રહે.થળા,ગોવિંદભાઈ માવજીભાઈ કોળી ઠાકોર(ભાજપ ના તાલુકા પંચાયત ના સદસ્ય) રહે.નરાળી,ડાયાલાલ માવજીભાઇ સિંધવ રહે.ધ્રાંગધ્રા,દેવેન્દ્રભાઈ શામજીભાઈ સિસોદિયા રહે.ધ્રાંગધ્રા વાળાઓ ગંજીપાના થી પૈસાનો હારજીત નો જુગાર રમતા પકડાયા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ધાંગધ્રા તાલુકા પંચાયતના નરાળી સીટના ભાજપના સદસ્ય ગોવિંદભાઈ માવજીભાઈ કોળી ઠાકોર પણ જુગાર રમતા ઝડપાયા અને ગોરધનભાઈ કેશાભાઈ ઠાકોર પુર્વ તાલુકા ભાજપ ના મહામંત્રી પણ જુગાર રમતા ઝડપાયા. ભાજપના હોદેદારો જુગાર રમતા ઝડપાયા અન્ય હોદ્દેદારો દ્વારા ધ્રાંગધ્રા સીટી પોલીસ મથકે આવી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યા હતા પરંતુ ધ્રાંગધ્રા સિટીમાં કડક પી.આઇ એન.કે.વ્યાસ હોવાને લીધે મામલો રફેદફે થયો નહીં અને પોલીસે રેડ દરમિયાન રોકડ રૂ.૨૧,૧૦૦ તેમજ મોબાઈલ ફોન નંગ-૬ કિંમત રૂપિયા 7,000 તથા જુગાર સાહિત્ય મળી કુલ 28,100 ના મુદ્દામાલ સાથે છ આરોપી ઓને પોલીસે દબોચી લઇ ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા સુરેન્દ્રનગર
જંગ એ ગુજરાત અખબાર
૧૫ મી ઓગસ્ટ ના રોજ ૧૫ માં વર્ષ માં આપ સૌ ના આશીર્વાદ થી પ્રવેશે છે.🎂
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
*આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861


"વંદે માતરમ ,ભારત માતાકી જય"




