સુરેન્દ્રનગર,તા.૨૦
રાજ્યમાં આ વર્ષે થયેલા ઓછા વરસાદને કારણે ધરતીપુત્રોની દશા બગાડી છે, એક તરફ દુષ્કાળ અને બીજી બાજુ સરકારની ઢીલી નીતિને કારણે ખેડૂતો આપઘાતનો રસ્તો અપનાવી રહ્યાં છે, ફરી એકવાર આવી જ ઘટના સુરેન્દ્રનગરમાં સામે આવી છે, અહીં એક ખેડૂતે કેનાલમાં પાણી છોડવા માટે બહેરી સરકારના કાને અવાજ પહોંચાડવા માટે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જા કે અન્ય ખેડૂતોએ તેને રોકિયો હતો અને હૈયા ધારણા આપી હતી.
પ્રાપ્ત વિગત પ્રમાણે લખતર મામલતદાર કચેરીમાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કરતાં ચકચાર મચી હતી. ખેડૂત પોતાની સાથે કેરોસીન લઇને આવ્યો હતો, જે તેણે કચેરીમાં છાટ્યું હતું. ખેડૂતની માગ હતી કે કેનાલમાં વહેલી તકે પાણી છોડવામાં આવે, જા કે કોઇ અણબનાવ બને તે પહેલા જ સાથી ખેડૂતોએ આપઘાત કરનાર ખેડૂતને પકડી લીધો હતો. બનાવને પગલે અધિકારીઓ પણ ગુમસૂમ થઇ ગયા હતા, જા કે બહેરી સરકાર સુધી અવાજ પહોંચાવા માટે આપઘાતનો પ્રયાસ કરવો પડે તે કેટલા અંશે યોગ્ય છે, થોડા સમય પહેલા જ મુખ્યમંત્રીની સભામાં એક ખેડૂતે આપઘાતનો પ્રયાસ કર્યો હતો, બાદમાં તેના પ્રશ્નનું નિરાણકરણ તાત્કાલિક આવી ગયું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



