ગીરના જીવિત ત્રણ સિંહને બરડા ડુંગર અભ્યારણ્યમાં ખસેડાશે

0
11

પોરબંદર,તા.૬
રાજ્યના ગીરમાં સિંહોના એક પછી એક મૃત્યુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે ગીરમાં જીવિત અન્ય સિંહોને પોરબંદરના બરડા ડુંગરઅભ્યારણ્યમાં શિફ્ટ કરવાનું નક્કી કર્યું છે. કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ (સીડીવી) અને પ્રોટોઝોઆ ચેપનાના કારણે ગીર અભયારણ્યમાં અત્યાર સુધી ૨૬માંથી ૨૩ સિંહ મૃત્યુ પામ્યા છે. આ અભ્યારણ્યમાં હવે માત્ર ત્રણ જ સિંહ જીવિત છે.
વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ જણાવ્યું કે અમે ગીરમાં જીવિત સિંહને વહેલી તકે બરડા ડુંગરઅભ્યારણ્યમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય કર્યો છે. આ અભ્યારણ્ય રાજ્યની અંદર તેમનું બીજું ઘર હશે. બરડા ડુંગરઅભ્યારણ્ય પોરબંદર જીલ્લામાં લગભગ ૮૦ કિલોમીટર દૂર સ્થિત છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૧૫માં સિંહના બીજા ઘર તરીકે બરડા ઉપરાંત મધ્યપ્રદેશના કુનો પાલપુર સહિત અન્ય બે અભ્યારણ્યોને મંજૂરી મળી હતી. કોર્ટે જ્યારે ૨૦૧૩માં સિંહોને કુનો પાલપુર શિફ્ટ કરવાનો આદેશ આપ્યો હતો, ત્યારે ગુજરાતે રાજ્યમાં બીજું અભ્યારણ્ય તૈયાર કરવાનું નક્કી કર્યું હતું, જ્યાં સિંહોને રાખી શકાય.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY