ઇન્દિરા ગાંધી હિટલર કરતા પણ આગળ જ રહ્યા :જેટલી

0
11

નવીદિલ્હી,તા. ૨૫
દેશમાં આજના દિવસથી જ આશરે ૪૩ વર્ષ પહેલા ઇમરજન્સી લાગૂ કરવામાં આવી હતી. આ ગાળા દરમિયાન મિડિયાની સ્વતંત્રતાને દબાવી દેવામાં આવી હતી. વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા. ઇમરજન્સીના ગાળા દરમિયાન જેલ જઇ ચુકેલા કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીએ એક ગાળાને યાદ કરીને પૂર્વ વડાપ્રધાન ઇÂન્દરા ગાંધીની સરખામણીમાં જર્મનીના ક્રૂર શાસક હિટલર સાથે કરી હતી. જેટલીએ આજે ફેસબુક પોસ્ટમાં પોતાના અભિપ્રાય રજૂ કરતા કહ્યું હતું કે, ઇÂન્દરા ગાંધીની સરખામણી હિટલર સાથે કરી શકાય છે. તેમણે કહ્યું હતું કે, બંને નેતાઓએ બંધારણ સાથે ભારે ચેડા કર્યા હતા. સામાન્ય લોકો માટે બનાવવામાં આવેલા બંધારણને તોડી પાડવામાં આવ્યા હતા. બંધારણને સરમુખત્યારના બંધારણમાં ફેરવી નાંખવામાં આવ્યા હતા. તેમણે એમ પણ કહ્યું છે કે, હિટલરે સંસદના મોટાભાગના વિપક્ષી નેતાઓને પકડી લીધા હતા અને પોતાની લઘુમતિ સરકારને સંસદમાં બે તૃતિયાંશ બહુમતિ પુરવાર કરી દીધી હતી. જેટલીએ કહ્યું છે કે, ઇÂન્દરા ગાંધીએ પણ સંસદના મોટાભાગના વિપક્ષી નેતાઓને જેલ ભેગા કરી દીધા હતા. તેમની ગેરહાજરીમાં બે તૃતિયાંશ બહુમતિ પુરવાર કરીને અનેક સુધારા કરી દીધા હતા. ૪૨માં સુધારા મારફતે હાઈકોર્ટમાં રિટ પિટિશન જારી કરવાના અધિકારને ઘટાડી દેવામાં આવ્યો હતો. ડોક્ટર ભીમરાવ આંબેડકરની બંધારણ પ્રત્યે ભાવનાને ઠેસ પહોંચાડવામાં આવી હતી. ઇÂન્દરા ગાંધીએ કલમ ૩૬૮માં પણ ફેરફાર કર્યા હતા જેથી બંધારણમાં કરવામાં આવેલા ફેરફાર જ્યુડિશિયલ રિવ્યુમાં આવી શકે નહીં. જેટલીએ પોતાના પોસ્ટમાં ઇÂન્દરા ગાંધી ઉપર આકરા પ્રહારો કર્યા છે. જેટલીનું કહેવું છે કે, ઇÂન્દરા ગાંધીએ એવી કેટલીક એવી ચીજા પણ કરી નાંખી હ્તી એના કારણે હિટલર સાથે તેમની સરખામણી કરી શકાય છે. કેટલીક એવી ચીજા કરી હતી જે હિટલરે પણ કરી ન હતી. ઇÂન્દરા ગાંધીએ સંસદીય કાર્યવાહીની મિડિયામાં રજૂઆત ઉપર પ્રતિબંધ મુકી દીધો હતો. લોક પ્રતિનિધિત્વ એક્ટમાં ફેરફાર કરી દીધા હતા. બંધારણમાં સુધારા મારફતે વડાપ્રધાનની ચૂંટણીને કોર્ટમાં પડકાર ફેંકવા જેવી Âસ્થતિ રાખી ન હતી. લોક પ્રતિનિધિત્વ કાયદામાં ફેરફાર કરી દેવામાં આવ્યા હતા. ઇÂન્દરા ગાંધીએ પોતાની ગેરકાયદે ચૂંટણીને આ કાયદા હેઠળ યોગ્ય ઠેરવી શકાય તેવા ફેરફાર કર્યા હતા. હિટલરથી આગળ વધી જઇને ઇÂન્દરા ગાંધીએ ભારતને વંશવાદી લોકશાહીમાં ફેરવી દેવામાં ભૂમિકા ભજવી હતી. જેટલીએ ઇમરજન્સીના સંદર્ભમાં ઇમરજન્સી રિવિજિટેડ હેડિંગ સથે ત્રણ ભાગમાં સિરીઝ શરૂ કરી છે જે પૈકીનો પ્રથમ હિસ્સો આજે ફેસબુક ઉપર લખવામાં આવ્યો હતો. ૨૫મી જૂન ૧૯૭૫ની અડધી રાત્રે ઇમરજન્સી જાહેરાત કરવામાં આવી હતી જે ૨૧મી માર્ચ ૧૯૭૭ સુધી જારી રહી હતી.
(સંપૂર્ણ સમાચાર સેવા)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY