યાત્રિકોની પ્લેટમાં સર્વ કરાતુ ચીઝ ઘટાડીને ૨.૫ કરોડની ભરપાઈ કરશે એર ઈન્ડિયા

0
95

ન્યુ દિલ્હી,તા.૬
સરકારી એરલાઈન્સ એર ઈન્ડિયા હજારો કરોડોના નુકસાનીના ખાડામાં છે. આ સંજાગોમાં કંપની ગમે તેમ કરીને પણ ખર્ચા ઘટાડવા માટે પ્રયાસ કરી રહી છે.
જેના ભાગરુપે કંપનીએ એવો નિર્ણય લીધો છે જે જાણીને તમે હેરાન થઈ જશો. એર ઈન્ડિયાએ વિમાનમાં પ્રવાસીઓને સર્વ કરવામાં આવતા ચીઝની ક્વોન્ટિટી ઘટાડીને અડધી કરવાનુ નક્કી કર્યુ છે.
કંપનીનુ કહેવુ છે કે પ્લેટમાં સર્વ કરતા ચીઝમાંથી ઘણુ ચીઝ ફેંકી દેવુ પડતુ હતુ. કારણકે દરેક મુસાફને ચીઝ પસંદ નથી હોતુ. એટલે હવે તેને મેન્યુમાંથી બહાર કરવાની જગ્યાએ અડધુ કરી દેવમાં આવ્યુ છે. જેના કારણે એક વર્ષમાં ૨.૫ કરોડ રુપિયા બચશે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે આવો ઉપાય ૩ દાયકા પહેલા અમેરિકન એરલાઈન્સે અપનાવ્યો હતો અને દરેક મુસાફરની પ્લેટમાંથી એક ઓલિવ ઓછુ કરી નાંખીને વર્ષે ૪૦,૦૦૦ ડોલર બચાવ્યા હતા.
એર ઈન્ડિયા હાલમાં ૫૦,૦૦૦ કરોડના દેવામાં ડુબેલી છે અને તેને વેચવાના પ્રયાસો પણ સફળ થયા નથી.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY