ન્યુ દિલ્હી,તા.૬
પીએમ મોદીએ બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને એનઆરસીમાં જેનું નામ ના હોય તેમને બાંગ્લાદેશ મોકલવામાં આવશે નહીં તેવી ખાતરી આપી છે.
હસીનાના રાજકીય સલાહકાર એચટી ઈમામે કહ્યું નરેન્દ્ર મોદીએ વ્યકિતગતરીતે અમારા વડાપ્રધાનને વિશ્વાસ અપાવ્યો છે કે જે લોકોના નામ એનઆરસી યાદીમાં નથી. તેમને બાંગ્લાદેશ પાછા મોકલવામાં આવશે નહીં.
બાંગ્લાદેશના એક ઉચ્ચ અધિકારીએ અસમમાં એનઆરસીને ભારતનો આંતરિક મામલો જણાવ્યો અને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, વડાપ્રધાન શેખ હસીનાને વ્યકિતગતરીતે આશ્વાસન આપ્યુ છે કે એનઆરસી યાદીમાં નામ ના હોય તે લોકોને તેમના દેશ પાછા મોકલવામાં આવશે નહીં.
ભારત તરફથી વારંવાર અમને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કે બાંગ્લાદેશમાં રાજકારણ ગરમાય તેવા કોઈ પગલા લેવામાં આવશે નહીં, ખાસકરીને આ વર્ષના અંતમાં બાંગ્લાદેશ ચૂંટણી તરફ આગળ વધી રહ્યો છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



