ઈન્ડિયન ઇન્ટરેનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલનાં શ્રી ગણેશ

0
8

મુંબઈ,તા.૨૧
દર વરસે યોજાતા ઇન્ડિયન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલના ૪૯મા સમારોહનો ગોવાના શ્યામા પ્રસાદ મુખરજી ઇન્ડોર સ્ટેડિયમમાં શાનદાર રીતે આરંભ થયો હતો.
આ પ્રસંગે ભારત સરકારે ગુજરાત, ગોવા અને ઝારખંડને ફિલ્મ ફ્રેન્ડલી જાહેર કર્યાં હતાં. આ ત્રણે રાજ્યોમાં વિદેશી ફિલ્મ સર્જકોને નિમંત્રણ આપવામાં આવ્યાં હતાં કે તમારી ફિલ્મો બનાવવા અહીં આવો. તમને પૂરતી સગવડો અને સુવિધાઓ પૂરી પાડવામાં આવશે.ઔઅભિનેત્રી ડાન્સર શિલ્પા રાવે જદાં જુદાં ગીતો પર ડાન્સ રજૂ કર્યાં હતાં. સુપરહિટ ગીતોની મેડલી રજૂ કરવામાં આવી હતી અને ફરીદા ખાનુમે ફૈઝ અહમદ ફેઝની અતિ લોકપ્રિય ગઝલ આજ જાને કી જિદ ના કરો રજૂ કરીને અનેરી હવા જમાવી દીદી હતી.
ખમતીધર ફિલ્મ સર્જક અને ટીવી હોસ્ટ કરણ જાહરે પોતાના હિટ ટીવી શો કાફી વીથ કરણની સ્ટાઇલથી કેન્દ્રના માહિતી પ્રસારણ ખાતાના રાજ્ય પ્રધાન રાજ્યવર્ધન રાઠોડનો ઇન્ટરવ્યૂ લીધો હતો અને રાજ્યવર્ધનની સિદ્ધિઓની વાત રજૂ કરી હતી. કરણે મોખરાના અભિનેતા અક્ષય કુમારનો પણ ઇન્ટરવ્યૂ રજૂ કર્યો હતો.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY