વાશિંગ્ટન,તા.૨
એક તરફ અમેરિકા પાકિસ્તાનને જાહેરમાં આતંકવાદ નાથવાનું કહીને તેની આકરી ટીકા કરે છે. તો બીજી તરફ તેને આર્થિક મદદ પહોંચાડવાનું પણ ચાલુ જ રાખે છે. અમેરિકા પાકિસ્તાનને ૧૫ કરોડ ડાલરની મદદ કરવા જઈ રહ્યું છે. સાથો સાથ પૈસાના બદલામાં હક્કાની નેટવર્ક અને લશ્કર-એ-તોયબ્બા વિરૂદ્ધ કાર્યવાહીની જે પૂર્વ શરતો હતી તેને પણ ટ્રમ્પ સરકારે હટાવી લીધી છે.
અમેરિકી કોંગ્રેસે સેનેટમાં ૨૦૧૯ નાણાંકિય વર્ષ માટે જાન એસ મેક્કેન નેશનલ ડિફેંસ ઓથોરાઈઝેશન એક્ટ (એનટીએએ) (રક્ષા વિધેયક) ૧૦ મતોની અવેજમાં ૮૭ મતોથી પસાર કરી દેવામાં આવ્યો. હાઉસ ઓફ રિપ્રેઝેંટેટિવ્સે બિલ પર ગત સપ્તાહે જ મંજૂરીની મ્હોર મારી દીધી હતી, હવે આ બિલ હસ્તાક્ષર માટે રાષ્ટ્રપતિ ડાનાલ્ડ ટ્રમ્પ પાસે મોકલવામાં આવશે.
પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના કાર્યકાળમાં વ્હાઈટ હાઉસ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સભ્ય રહી ચુકેલા અનીશ ગોયલે કહ્યું છે કે, બિલમાં પાકિસ્તાનને પ્રતિપૂર્તિના રૂપમાં આપવામાં આવનારી કુલ રકમ ઘટાડીને ૧૫ કરોડ ડોલર કરી દેવામાં આવી છે. જે ગત વર્ષે મંજૂર કરવામાં આવેલી ૭૦ કરોડની સરખામણીએ ઘણી જ ઓછી છે.
જાકે તેમણે કહ્યં છે કે, હવેથી પાકિસ્તાન આ આર્થિક મદદ મેળવવાના બદલામાં હક્કાની નેટવર્ક વિરૂદ્ધ કાર્યવાહી કરવા બાધ્ય નથી. સાથે જ પાકિસ્તાને આતંકવાદ વિરૂદ્ધ લડાઈ માટે પણ કોઈ મદદ નહીં કરવામાં આવે.
ગોયલનું કહેવું છે કે, આ વર્તમાન બિલ પર ટ્રમ્પના હસ્તાક્ષર બાદ પેંટાગોન આતંકવાદી સમુહો વિરૂદ્ધ કાર્યવાહીને લઈને પાકિસ્તાન પર દબાણ નહીં બનાવી શકે. ઉલ્લેખનીય છે કે, હજી બે દિવસ પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ (આઈએમએફ)ને પાકિસ્તાનની સરકારને ચીનના કરદાતાઓની ચૂકવણી માટે કોઈ સંભવિત પેકેજની મંજૂરીને લઈને સાવચેત કરી છે.
સીપીઈસી માટે પાકિસ્તાનને ચીનની બેંકો નાણાં આપી રહી છે. અહેવાલ છે કે, પાકિસ્તાન આઈએમએફ પાસેથી ૧૨ અબજ ડાલરનું મસ મોટું પેકેજ ઈચ્છે છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"





