સુરત
નાનપુરા ખાતે આવેલા દિગમ્બર જૈન ઉપાશ્રય ખાતે દિગમ્બર જૈન મુનિ દ્વારા કરવામાં આવેલા બળાત્કાર પ્રકરણમાં આજે જૈન મુનિ વિરુદ્ધ તહોમત નામુ ફટકારની શકયતાઓ રહેલી હોવાનું ફરિયાદીના એડવોકેટ મુખત્યાર શેખ અને યાહ્ના શેખે જણાવ્યું હતું.
આ કેસની ટુંકી વિગતો એવી છે કે, નાનપુરા ટીંમલીયાવાડ ખાતે આવેલા દિગમ્બર જૈન મુનિ અને આરોપી શાંતિ સાગર મહારાજ વડોદરાની એક યુવતિ સાથે દિવાળી-૨૦૧૭ના દિવસો દરમિયાન બળાત્કાર ગુજાર્યો હતો. અઠવા પોલીસી મથકમાં પીડિતાએ બળાત્કારની ફબ્રિયાદ નોધાવતા પોલીસે તેની ધરપકડ કરી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. આ સાથે તે છેલ્લા ૨૦ મહિનાથી તેઓ લાજપોર જેલમાં છે. અઠવા પોલીસે તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કરી હતી. આ ચાર્જશીટમાં પોલીસે મજબૂત પુરાવાઓ રજૂ કર્યા હતા. આજે આ કેસની સુનાવણી દરમિયાન ચાર્જ ફ્રેમ થવા દિવસે આરોપી જૈન મુનિ કોર્ટ સમક્ષ બપોર સુધી હાજરન થયા હતા. આજે બપોર પછી તેના વિરુદ્ધ તહોમતનામું ફટકારવામાં આવે તેવી શક્યતાઓ હોવાનું પીડિતાના વકીલ મુખત્યાર શેખ જણાવ્યું હતુ. બચાવ પક્ષના એડવોકેટ કલ્પેશ દેસાઈ અને વિરલ ચલીયાવાળા ઉપસ્થિત રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



