વિવાદમાં સપડાતા સલમાન બોલ્યો, ‘હું પોતે મોટો શિવભક્ત છું’

0
9

ઇન્દોર,તા.૪
મધ્યપ્રદેશના મહેશ્વરમા ચાલી રહેલા દબંગ-૩ના શૂટિંગની એક તસવીર વાયરલ થયા બાદ સર્જાયેલા વિવાદના પગલે સુપર સ્ટાર સલમાન ખાને સફાઈ આપી હતી.
સલમાનખાને કહ્યું હતુ કે, કેટલાક અખબારો અને સોશ્યલ મીડિયા પર શૂટિંગ અંગે ખોટી જાણકારી અપાઈ રહી છે. જે વિડિયો બતાવાઈ રહ્યો છે તેમાં કહેવાયુ છે કે, મહેશ્વરના નર્મદા ઘાટ પર બનેલા શિવલિંગ પર સ્ટેજ બનાવાયુ છે.તેના પર લોકો ઉભા છે. મેં પોતે શિવલિંગનુ અપમાન ના થાય તેનુ ધ્યાન રાખ્યુ છે.
સલમાનખાને કહ્યું હતુ કે, હું પોતે જ મોટો શિવભક્ત છું.કોઈ ઈચ્છતુ હોય કે અમે પેક અપ કરીને અહીંથી જતા રહીએ તો અમે જતા રહીશું.મારો ઈન્દોર અને મહેશ્વર સાથે બહુ જુનો નાતો છે. અહીંયા મારા દાદાજી પણ સેવા આપવા માટે આવતા હતા.અમે તો કમલનાથના કહેવા પર આવ્યા હતા.અહીંયા શૂટિંગ નહી થાય તો મારુ કોઈ નુકસાન નહી થાય પણ જેમને શૂટિંગના કારણે રોજગારી મળી રહી છે તેમને નુકસાન થશે.અહીંયા શૂટિંગથી પર્યટનને પણ પ્રોત્સાહન મળવાનુ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY