ભૈય્યુજી મહારાજને બ્લેકમેઇલ કરનાર યુવતી અને બે સેવકોની ધરપકડ

0
5

ભૈયુજી મહારાજને ત્રણ સેવકો બ્લેકમેઈલ કરતા હતા
ઇન્દોર,તા.૧૯
ભૈયુજી મહારાજ કેસમાં પોલીસે શુક્રવારે ત્રણ લોકોની ધરપકડ કરી છે. જેમાં મહારાજની અંગત યુવતી પલક, સેવક વિનાયક દુધાલે, અને શરદ દેશમુખ સામેલ છે. આ તમામ સામે ષડયંત્ર રચીને ધાક ધમકીનો કેસ દાખલ કરાયો છે. ભૈયુજી મહારાજે સાત મહીના પહેલા પોતાના ઘરમાં જ ગોળી મારીને આત્મહત્યા કરી લીધી હતી.
મહારાજની પત્ની આયુષીએ નિવેદન આપ્યુ કે આ ત્રણેય મહારાજને ફસાવવાનાં પ્રયાસો કરી રહ્યા હતા. મહારાજે કંટાળીને છેવટે આત્મહત્યા જેવુ પગલુ ભર્યુ હતુ. શુક્રવારે પલકની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ ત્રણેય આરોપીઓને કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. જ્યાંથી ત્રણેયને જેલ ભેગા કરવામાં આવ્યા હતા.
ASP પ્રશાંત ચૌબેએ જણાવ્યું કે, મનમીત અરોરા નામના યુવકે આરોપી પલકની મહારાજ સાથે મુલાકાત કરાવી હતી. ત્યાર બાદ વિનાયક અને દેશમુખે પલકને મહારાજની નજીક મોકલીને બ્લેકમેઈલ કરવાનું ષડયંત્ર રચ્યું. પલક પર મહારાજના બીજા લગ્ન દરમિયાન તેમના ઘરે પહોંચીને હોબાળો કરવાનો આરોપ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY