પવનચક્કી માટે લીલા ઝાડ ના કાપો, પ્રદૂષણ રોકો : પ્રદ્યુમનસિંહ જાડેજા

0
48

ભુજ,તા.૧૯
કચ્છનાં રાપર વિસ્તારના ફતેહગઢ, કીડીયાનગર વગેરે વિસ્તારમાં જેટકો દ્વારા ચાલી રહેલા વીજ સબ-સ્ટેશનનાં કામોમાં વેગ લાવવા સાથે કામો સમયસર પૂર્ણ થાય તેવી માંગ સાથે જિલ્લા પંચાયતના અધ્યક્ષ લક્ષ્મણસિંહ સોઢાએ આર.ટી.ઓ. કચેરી દ્વારા અરજદારોને વાહનોનાં લાયસન્સ મેળવવા માટે આધારકાર્ડ સાથે અન્ય પૂરાવા મંગાતા હોવાનું જણાવી તેની હકિકત જાણવા માંગી હતી.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ પવનચક્કી માટે અબડાસા વિસ્તારમાં લીલા ઝાડ કપાવાની સાથે ગામ નજીક પવનચકકીના અવાજના પ્રદુષણ, અંગીયા અને સામત્રા ટોલનાકાની મુદ્દત પૂર્ણ થવા છતાં ચાલુ રાખવામાં આવી હોવા સહિત મોટાયક્ષ, પુંઅરેશ્વર, નખત્રાણા રામદેવપીર મેળા યોજાવાની જગ્યાએ દબાણો પ્રવૃતિ અટકાવવા હદ નિશાન તંત્ર કરવા માંગે છે કે કેમ? તે સહિતના પ્રશ્નો ઉઠાવ્યાં હતા.
ભુજ ખાતે કલેકટર કચેરીના કોન્ફરન્સ હોલમાં જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે મળેલી સંકલન સમિતિની બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢાના પ્રશ્ન સંદર્ભે જેટકોનાં કામોમાં વીજલાઇન નાખવા અને ફાઉન્ડેશનના કાર્યો આગામી ત્રણ માસમાં પૂર્ણ કરવા વિગતો અપાઇ હતી જયારે આર.ટી.ઓ. દ્વારા લાયસન્સ માટે આધારકાર્ડ ઉપરાંત અન્ય પૂરાવા રાખવા પરિપત્ર મુજબ કાર્યવાહી કરાતી હોવાનું જણાવાયું હતું.
અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાની રજૂઆત સંદર્ભે પવનચકકી માટે વન વિભાગની એન.ઓ.સી. લેવાના ધોરણ અને વસ્તીથી અંતર રાખવા બાબતે તેમને જાણકારી અપાઇ હતી જયારે સામત્રા અને અંગીયા ટોલનાકાની મુદ્દત આગામી જૂન-૨૦૧૯માં પૂરી થતી હોવાની જાણકારી અપાઇ હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY