લોકો વચ્ચે રહેવા સાયકલ યાત્રા બાદ ઇન્દ્રનીલે કાઢી સ્કૂટર યાત્રા

0
28

દ્ઘીટ્ઠ’,તા.૨૫
રાજકોટમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સામે વિધાનસભા ચૂંટણી હારેલા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ ફરી કોંગ્રેસમાં આવવા અવનવા તુક્કા પણ અજમાવ્યા હતા. ફરી લોકો વચ્ચે રહેવા સાયકલ યાત્રા કાઢી ત્યારબાદ હવે સ્કૂટર યાત્રા કરી લોકો વચ્ચે રહેવા હવાતીયા મારી રહ્યા છે.
આજે રાજકોટના ગેબનશા પીર દરગાહથી ઘેલાસોમનાથ સુધી ૨૫ કિલોમીટરની સ્કૂટર યાત્રા કાઢી શકિત પ્રદર્શન કરી રહ્યા છે. પરંતુ સ્કૂટર રેલીમાં માંડ ૫૦ થી ૬૦ વ્યકિતઓ હાજર હોય આ યાત્રા શું કામ કરી રહ્યા છે તે એક મોટો સવાલ છે. ઇન્દ્રનીલ જણાવે છે કે, સમાજ વચ્ચે રહી સમાજના કામ કરીશ પરંતુ આ પહેલાં પણ પોરબંદરથી રાજકોટ સુધી સાયકલ યાત્રા યોજી હતી. જ્યારે હવે સ્કૂટર યાત્રા યોજી શું સાબિત કરવા માંગે છે તે એક મોટો સવાલ છે. એક તરફ પેટ્રોલના ભાવ ભડકે બળે છે ત્યારે બીજી તરફ સમાજના ઉદ્દેશ માટે પેટ્રોલ બાળવું એ પણ એક ચર્ચાનો વિષય બન્યું છે.
ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ વધુમાં જણાવ્યું હતું કે, હું ભલે કોઈ પક્ષમાં નથી પણ મતદાન અંગે જાગૃત કરવા આ યાત્રાનો ઉદ્દેશ છે, યાત્રા વચ્ચે લોકોને ભેગા કરી સભા પણ કરીશ. ૮૦ કિલોમીટરથી વધુ કિલોમીટરની યાત્રાનો રૂટ છે. રોજ વચ્ચે ગામના લોકોને યોગ્ય ઉમેદવારને જ મત આપો, જાગોનો મેસેજ આપીશ.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY