બોલો..ધો.૪ના પ્રશ્નપત્રમાં ૨૫ તારીખની જગ્યાએ ૨૪ તારીખ કરી નાંખી!!

0
9

રાજકોટ,તા.૨૫
હાલમાં જ રાજકોટમાં ૭૦ માર્ક્સની જગ્યાએ ૬૦ માર્કનું પ્રશ્નપત્ર પૂછી લેતા યુનિવર્સિટીમાં હોબાળો મચી ગયો હતો. જા કે માંડમાંડ છેડા ભેગા કરી યુનિવર્સિટીએ ૭૦ માર્ક્સનું પેપર કરી નાખ્યું હતું. પરંતુ હવે અમદાવાદમાં ધોરણના ૪ વિદ્યાર્થીઓના પેપરમાં જ છબરડો બહાર આવતા જાયા જેવી થઇ છે.
અમદાવાદ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતીએ ધો. ૪ના પ્રશ્નપત્રમાં ભાંગરો વાટ્યો. ધો.૪ના પ્રથમ સત્રના પ્રશ્નપત્રમાં કદાચ પેપર સેટર સામે કેલેન્ડર લઇને નહીં બેઠો હોય તેવી રીતે ૨૪ તારીખની ૨૫ તારીખ કરી નાખી હતી.
જ્યારે કે વાર બુધવાર જ લખ્યો હતો. જા પ્રશ્નપત્રની તારીખને સાચી માનીએ તો ૨૫ તારીખે ગૂરુવાર આવે છે. અને જા પેપરમાં લખાયેલા બુધવારને સાચો માનીએ તો તારીખ ૨૪ આવે છે. આમ તારીખ અને વારને લઇને અમારી આસપાસ નામના આ વિષયમાં ધો.૪ના માસૂમ વિદ્યાર્થીઓ ગોટાળો ચઢયા હતા.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY