મેચ પર તિતલી વાવાઝોડાની અસરની સંભાવના આજથી હૈદરાબાદમાં ભારત-વે.ઇન્ડિઝ વચ્ચે અંતિમ ટેસ્ટ મેચ

0
16

મુંબઈ,તા.૧૧
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે બે મેચની સિરીઝની બીજી ટેસ્ટ ૧૨ ઓક્ટોબરથી હૈદરાબાદના રાજીવગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. ભારતે રાજકોટમાં રમાયેલ પ્રથમ ટેસ્ટ મેચ ૨૭૨ રને જીતી લીધી હતી. જેમાં ભારત તરફથી પૃથ્વી શૅ, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ રેકોર્ડ બનાવ્યો હતો. વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમના ૧૨ ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. મયંક અગ્રવાલને ફરી તક આપવામાં આવી નથી. બે ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ ટેસ્ટ માટે કોઇ બદલાવ કરવામાં આવ્યો નથી. ઓલ રાઉન્ડર હનુમા વિહારી, ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને મયંક અગ્રવાલને તક આપવાની વાત હતી પરંતુ પસંદગીકારોએ રાજકોટ ટેસ્ટની ટીમને યથાવત રાખી છે. હવામાન વિભાગ દ્વારા બુધવારથી જ ચક્રવાતી તૂફાન “તિતલી” અંગેની આગાહી કરવામાં આવી છે. આ તૂફાન ઉત્તરી આંધ્રપ્રદેશ અને દક્ષિણી ઓરિસ્સાના તટીય વિસ્તારો સુધી પહોંચી ચુક્્યું છે, ત્યારે હૈદરાબાદ ટેસ્ટ પર પણ આ વાવાઝોડાની અસર જાવા મળી રહી છે.
મયંક અગ્રવાલનું ઘરેલુ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન રહ્યું છે, તેને ૪૩ ફર્સ્ટ ક્લાસ મેચ રમી છે. જેમાં તેને ૫૦.૩૨ની એવરેજથી ૩૩૭૨ રન બનાવ્યા છે, તેનો હાઇએસ્ટ સ્કોર ૩૦૪* છે. તેને ગત છ ઇનિંગમાં ૫૪.૮૩ની એવરેજથી ૩૨૯ રન બનાવ્યા છે. જેમાં તેની ભારતીય ઇલેવન તરફથી રમતા વેસ્ટ ઇન્ડીઝ વિરૂદ્ધ ૯૦ રન પણ સામેલ છે.
આ મેચ કુલદીપ યાદવની કરિયરની પાંચમી ટેસ્ટ મેચ હશે. તે ચાર ટેસ્ટમાં અત્યાર સુધી ૧૫ વિકેટ ઝડપી ચુક્્યો છે, તેની પાસે પોતાની ૧૦૦ આંતરરાષ્ટ્રીય વિકેટ પુરી કરવાની તક હશે. કુલદીપે ટેસ્ટમાં ૧૫ વિકેટ ઝડપવાની સાથે ૨૯ વન ડેમાં ૫૮ અને ૧૨ ટી-૨૦માં ૨૪ વિકેટ ઝડપી છે, એટલે કે તેના ખાતામાં ૯૭ આંતરરાષ્ટ્રીય વિકેટ છે. જા હૈદરાબાદ ટેસ્ટમાં તે ત્રણ વિકેટ ઝડપે છે તો તેની સંખ્યા ૧૦૦ થઇ જશે.
ભારતીય ટીમઃ વિરાટ કોહલી (કેપ્ટન), લોકેશ રાહુલ, પૃથ્વી શૅ, ચેતેશ્વર પૂજારા, અજિંક્ય રહાણે, રિષભ પંત (વિકેટકીપર), આર.અશ્વિન, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ, શાર્દુલ ઠાકુર
વેસ્ટ ઇન્ડીઝની ટીમઃ જેસન હોલ્ડર (કેપ્ટન), સુનીલ એમ્બ્રીસ, દેવેન્દ્ર બિશૂ, ક્રેગ બ્રેથવેઇટ, રોસ્ટન ચેઝ, શેન ડાઉરિચ, શેનોન ગેબ્રિયલ, જહમર હેમિલ્ટન, શિમ્રોન હેટમેયર, શાર્‌ઇ હોપ, શેર્મન લેવિસ, કીમો પોલ, કિરન પોવેલ, કેમર રોચ, જામેલ વારિકન.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY