ઈસ્લામાબાદ,તા.૧૧
પાકિસ્તાનનું આતંકી સંગઠન લશ્કર ભારત પર સતત હુમલા કરી રહ્યું છે. ત્યારે હવે લશ્કર પોતાનું નવું હેડક્વાર્ટર ઉભુ કરી રહ્યું છે. હાલ લશ્કરનું હેડક્વાર્ટર લાહોરમાં સક્રિય છે. પણ હવે પંજાબનું બહાવલપુર લશ્કરનો નવો બેઝ છે. બહાવલપુરમાં આતંકીઓને ટ્રેનિંગ પૂરી પાડવા તમામ સુવિધા પણ ઊભી કરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, હાઉસિંગ મેડિકલ, એજ્યુકેશનલ અને આડીઅલાજિકલ ટ્રેનિંગ ફૈસેલટીજના કેમ્પસ બનાવે તેવી સંભાવના છે.
બહુરાષ્ટ્રીય નાણાકીય કાર્ય ટાસ્ક ફોર્સ(FATF)નું પ્રતિનિધિત્વ કરનારા નાણાકીય અપરાધ નિષ્ણાત, જેમણે આતંકવાદી ફાઇનાન્સિગ વિરૂદ્ધ કામ ન કરવાની તક પાકિસ્તાનને બ્લેકલિસ્ટ કરવાની ધમકી આપી છે, તે હાલ પાકિસ્તાનમાં જિહાદી સંગઠનો વિરૂદ્ધ કાર્યવાહી કરવાના પોતાનવા દાવાઓનું આંકલન કરવા માટે દેશમાં છે.
ઉલ્લેખનીય છે કે, લશ્કર બહાવલપુરમાં બેનામી સંપતિ પણ ખરીદી રહ્યું છે. ત્યારે આતંકી સંગઠન લશ્કરની આ હરકત સામે શું પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે કે કેમ. કારણ કે વારંવાર પાકિસ્તાન દ્વારા એવા ખુલાસા કરવામાં આવે છે કે પાકિસ્તાનમાં કોઈ આતંકવાદી સંગઠન કાર્યરત નથી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"





