સુરત,તા.૧૧
સુરતમાં વધુ એક વખત જીઈબીની બેદરકારી સામે આવી છે, માંગરોળ તાલુકાના પાનસરા ગામે જીઈબીના ટ્રાન્સફોર્મરમાં સ્પાર્ક થતા ખેડૂતની સાત વીઘા શેરડી બળીને ખાખ થઈ ગઈ છે. આથી ખેડૂતને લાખોનું નુકસાન થઈ ગયુ છે.
થોડા દિવસ અગાઉ માંગરોળના વાસોલી ગામમાં ટોરેન્ટ કંપનીના હાઈટેન્સન વીજ ટાવરમાંથી કરંટ લાગતાં ખેડૂતના મોતની ઘટનાની સ્યાહી સુકાઈ નથી. ત્યાં વીજ કંપનીની વધુ એક બેદરકારી સામે આવતા લોકોમાં રોષ જાવા મળી રહ્યો છે.
બીજી તરફ નહેરોમાં પાણી નથી કે સળગેલા પાકને બચાવી શકાય ઉપરથી સુગર મિલો પણ હાલ શરુ નથી થઇ જેને લઇને ખેડૂતને મોટું નુકસાન થવાની સંભાવના દેખાઈ રહી છે.
તો બીજી તરફ વીજ કંપનીને આ ટ્રાન્સફોર્મર ખેતર માંથી હટાવવા બાબતે ખેડૂત દ્વારા અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી પરંતુ વીજ કંપની દ્વારા આ બાબતે ધ્યાન નહિ આપવામાં આવતા દુર્ઘટના બની હતી. જેનો ભોગ ખેડૂતએ બનવું પડ્યું છે, જાકે વીજ કંપની દ્વારા વળતર બાબતે વીમા કંપની ચુકવણું કરતી હોવાનું જણાવ્યું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"






