(જી.એન.એસ)ન્યુ દિલ્હી,
હવે અંગ્રેજીની સાથે સાથે હિંદી માધ્યમમાં પણ એન્જિનિયરિંગનો અભ્યાસ થઇ શકશે. ટેકનિકલ સંસ્થાઓને તેની સાથે જાડાયેલા કોર્સ હવે હિંદી માધ્યમમાં ભણાવવાની સ્વતંત્રતા મળશે. સરકારે તેને લઇને ટેકનિકલ સંસ્થાઓને આ સગવડ આપી છે.
સાથે સાથે તેને પ્રોત્સાહિત કરવા માટેએન્જિનિયરિંગ સાથે જાડાયેલા પુસ્તકોને હિંદીમાં તૈયાર કરવાની પહેલ પણ કરી છે. સરકારનું માનવું છે કે તેનાથી વિદ્યાર્થીઓમાં એન્જિનિયરિંગમાં રસ વધશે. કેમ કે અત્યારે ભાષાની સમસ્યાના કારણે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરવાથી પાછા પડે છે.
એન્જિનિયરિંગનો અભ્યાસ હિંદી માધ્યમમાં કરાવવાની આ પહેલ એઆઇસીટીઇએ કરી છે. તાજેતરમાં સરકારે તેને મંજૂરી આપી છે. જાકે સંસ્થાઓ પર તેને જબરદસ્તીથી થોપવામાં નહીં આવે. તેઓ પોતાની મરજીથી ઇન્સ્ટિટયૂટમાં એન્જિનિયરિંગના અભ્યાસ માટે અંગ્રેજી કે હિંદી કોઇ પણ ભાષા પસંદ કરવા સ્વતંત્ર હશે.
એઆઇસીટીઇનું માનવું છે કે આની પહેલ થોડા સમય પહેલાં થવી જાઇતી હતી, પરંતુ તેની રાહમાં સૌથી મોટી બાધા પાઠય પુસ્તકોની કમીની હતી. જેને હવે દૂર કરવાની કોશિશ થઇ રહી છે. એÂન્જનિયરિંગ સાથે જાડાયેલાં પુસ્તકોને હિંદીમાં તૈયાર કરનારા લેખકોને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
થોડા સમય પહેલાં કેન્દ્રીય પ્રધાન સત્યપાલસિંહે એન્જિનિયરિંગના અભ્યાસક્રમ સાથે જાડાયેલા પુસ્તકોને તૈયાર કરનારા લેખકોને પુરસ્કૃત પણ કર્યા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે સરકારની આ પહેલથી એન્જિનિયરિંગ સંસ્થાઓેની ગુણવત્તા સુધારવામાં મદદ મળશે. કારણ કે હાલમાં દેશમાં મોટી સંખ્યામાં સીટો ખાલી રહેવાથી કેટલીયે એન્જિનિયરિંગ કોલેજા બંધ થઇ રહી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





